પાતળા વાળ અને ખોપરી ઉપરની ચામડીને છુપાવવાની 5 આસાન ટિપ્સ 

Image Source

જો તમારા વાળ પાતળા થવા લાગ્યા છે અને તમને એવું લાગે છે કે તમારા માથાની ટાલ વધુ દેખાઈ રહી છેતો તેને છુપાવવા માટેના પાંચ આસાન ઉપાય આ હોઈ શકે છે. 

વાળનું ખરવું અને તેનું પાતળું હોવું તે ખૂબ જ મોટી સમસ્યા છે. જેને આપણે ઈચ્છીને પણ ઘણી વાર યોગ્ય કરી શકતા નથી. પુરુષ અને મહિલા બંનેમાં આ સમસ્યાના લક્ષણ જોવા મળે છે અને ઉંમરના વધવાની સાથે સાથે ઘણી વખત વાળોની ડેન્સિટી પણ ઓછી થવા લાગે છે તેની સાથે જ વાળનું સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગે છે.

હેલ્ધી વાળ ન તો પાતળા હોય છે અને ન તો વાળ ની ચામડી ની સમસ્યા હોય છે. પરંતુ જો તે નથી થતું તો તમારા હેર કેર રૂટીન ને લઈને તમારા નુટ્રીશિયન અને સ્ટ્રેસ કંટ્રોલ ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. પરંતુ આ બધામાં ખૂબ જ સમય લાગી શકે છે એવી સ્થિતિમાં તમે સૌ પ્રથમ પોતાના વાળને વધારે દેખાડવા માટે અમુક સ્ટેપ ફોલો કરી શકો છો.

આજે અમે તમને અમુક એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે પોતાના વાળમાં અમુક સમય સુધી ગ્રોથમાં દેખાડી શકો છો.

હેર સ્ટાઈલ સાથે જોડાયેલી ટ્રીક

તમારા વાળને ક્યારેય પણ ખૂબ જ ફીટ ન બાંધો. આવું કોઈ પણ હેર સ્ટાઇલ સાથે ન કરો નહીં તો તમારા વાળ વધુ પાતળા લાગશે અને તમારા માથાની ચામડી દેખાવા લાગશે તેનાથી વાળ કમજોર પણ થાય છે અને વધુ તૂટે છે.

  • આગળથી પફ બનાવવાની કોશિશ કરો
  • ફિટ બન બાંધવાની જગ્યાએ મેસી બન વધુ સારુ લાગસે.
  • તમારા વાળ જો નીચેથી ખૂબ જ ખરાબ થઈ ગયા છે તો હેર કટ કરાવો. નાના વાળ વધુ સારા લાગશે, અને ગ્રોથ પણ દેખાશે.
  • તમારી પાંથી અલગ સાઇડથી કરો કારણ કે એક જ તરફથી પાંથી કાઢતા કાઢતા ત્યાંના વાળ ખૂબ જ કમજોર થઈ જાય છે અને ખરવા લાગે છે.

કઈ રીતે કવર કરી શકાય છે ટાલ દેખાતી ખોપરી ઉપરની ચામડી

હવે વાત એ રીતની કરીએ જેમાં તમારી ટાલ અથવા ખોપરી ઉપરની ચામડી કવર કરી શકાય જેનાથી તમારો લૂક ખૂબ જ સુંદર બની શકે છે.

હેર એક્સટેન્શન નો ઉપયોગ કરો

તમે પોતાના માટે હેર એક્સ્ટેંશન નો ઉપયોગ કરી શકો છો તે પુરુષ અથવા મહિલા માટે અલગ-અલગ પ્રકારના આવે છે એવામાં તમે પોતાના માટે ખોપરીના હિસાબથી હેર એક્સ્ટેંશન પસંદ કરી શકો છો. જેમકે તમે આગળથી વાળ લાવી રહ્યા છો તો ખોપરી દેખાઈ રહી છે તો ટોપી સ્ટાઈલ હેર એક્સટેન્શન તમારી માટે ખૂબ જ યોગ્ય રહેશે. તેને લગાવવું ખૂબ જ આસાન હોય છે અને તમારો લૂક ઘણી હદ સુધી બદલી શકાય છે.

સ્કાલ્પ સ્પ્રે

આજકાલ સ્કાલ્પ સ્પ્રે ખૂબ જ લોકપ્રિય છે. જે ઘણા પ્રકારના રંગમાં જોવા મળે છે. તમે તમારા ઓરિજનલ વાળ અને ખોપરીના વાળનો રંગ મેચ કરી શકો છો. જે પણ ભાગમાં ખોપરી દેખાઈ રહી છે ત્યાં તમે આ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.

હેર વોલ્યુમ પ્રોડક્ટ

તમારે પોતાના માટે હેર વોલ્યુમ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ

  • વોલ્યુમ શેમ્પુ
  • વોલ્યુમ કન્ડિશનર
  • વોલ્યુમ સિરમ
  • વોલ્યુમ હેર સ્પ્રે

અલગ અલગ હેર બ્રાન્ડ પોતાના વોલ્યુમ હેર કેર પ્રોડક્ટ લોન્ચ કરે છે જે તમારા વાળમાં વોલ્યુમ લાવે છે અને પાતળા વાળને પણ વધુ જાડા દેખાડે છે. તમારા વાળના હિસાબથી જ પ્રોડક્ટ ની પસંદગી કરો.

બ્લૉ આઉટ અને હેર કેર

બ્લૉ આઉટ કરવાથી વાળનો વોલ્યુમ વધુ દેખાય છે. અને તેની સાથે જ હેરસ્ટાઈલ ને અલગ અલગ રીતે બનાવવા માટે સકાલ્પ પણ ઓછી દેખાય છે. તેથી તમારા હેર સ્ટાઈલ ની સાથે એક્સપરિમેન્ટ કરો.પરંતુ વધુ ગરમ પ્રોડક્ટનો ઉપયોગ ન કરો જેનાથી તમારા વાળ તૂટવાની શક્યતા વધી શકે છે.

આ દરેક રીત અમુક સમય સુધી તમારા પાતળા વાળને જાડા બતાવી શકે છે.પરંતુ ધ્યાન રાખો કે તમારા વાળ ઉપર વધુ અસર દેખાશે નહીં અને તમારા વાળને યોગ્ય રીતે થી જાડા કરવા માટે તમારે અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરવી પડશે. અને તેમાં તમે ડોક્ટરની મદદ લઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment