૪૭ વર્ષની મલાઈકા અરોરા એ શેર કર્યા એવા ફોટો, જોઈને ઉડી જશે તમારા હોશ

મલાઈકા અરોરાએ ડિઝાઈનર અર્પિતા મહેતાની ગોલ્ડ લીનીયર એમ્બ્રોડરી બ્લાઉઝ અને ટીલ ટાઇપ સ્કર્ટ સેટ પર ફોટોશૂટ કરતી જોવા મળી. ૪૭ વર્ષની ઉંમરે મલાઈકા એટલી સુંદર લાગી રહી છે કે ચાહકોના તો હોશ જ ઉડી જાય છે. તેણે એક સાથે ત્રણ ફોટા શેર કર્યા છે. ત્રણેય ફોટામાં મલાઈકા કમાલની લાગી રહી છે.

મલાઈકા અરોરા ફરી એક વાર ગ્લેમરસ અંદાજમાં તેમના ચાહકો સામે આવી છે. હાઈ સ્લીટ સ્કર્ટ અને હેવી બ્લાઉઝમાં મલાઈકા ખૂબ સુંદર લાગી રહી છે. મલાઈકા અરોરાને હંમેશા તેના ગ્લેમરસ અંદાજ અને બોલ્ડ લુક માટે ઓળખવામાં આવે છે. દરેક વખતે મલાઈકા તેના જુદા જ અંદાજમાં ફોટો શેર કરતી જોવા મળે છે. આ વખતે ફરી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર તેના નવા ફોટોશૂટ માટે ચર્ચામાં રહી છે.

મલાઈકાનું ફોટોશૂટ:

મલાઈકા એ શેર કરેલી આ ફોટોને તેના ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રાખે છે. મલાઈકા ક્યારેક યોગા ક્લાસની બહાર સ્પોટ થતી જોવા મળે છે તો ક્યારેક જીમની બહાર. આ ઉપરાંત તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ યોગા કરતા ફોટો અને વિડિયો શેર કરે છે. મલાઈકા અરોરાએ ડિઝાઈનર અર્પિતા મહેતાની ગોલ્ડ લીનીયર એમ્બ્રોડરી બ્લાઉઝ અને ટીલ ટાઇપ સ્કર્ટમા સેટ પર ફોટોશૂટ કરતી જોવા મળી. અર્પિતા મહેતાએ બ્રાન્ડના દસ વર્ષ પૂરા થવાની ખુશીમાં આ ફોટોશૂટ કરાવ્યું હતું જેના માટે મલાઈકા અરોરાને પસંદ કરી હતી. ૪૭ વર્ષની ઉંમરે મલાઈકા એટલી સુંદર લાગી રહી છે કે ચાહકોના તો હોશ જ ઉડી જાય છે. તેણે એક સાથે ત્રણ ફોટા શેર કર્યા છે. ત્રણેય ફોટામાં મલાઈકા કમાલની લાગી રહી છે. તમને જણાવી દઈએ કે મલાઈકાના આ અર્પિતા મહેતાના સુંદર અને ફેશનેબલ કપડાની કિંમત ૭૯૦૦૦ રૂપિયા છે. આ ફોટાને મલાઈકા અરોડા એ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટા પર ચાહકો તેમની પ્રતિક્રિયા આપતા થાકતા નથી.

મલાઈકાની તંદુરસ્તી:

તમને જણાવી દઈએ કે મલાઈકા તેની બોડી ફિટનેસ માટે નિયમિત યોગા કરે છે. તેના વ્યસ્ત સમય માંથી પણ દરરોજ થોડો સમય કાઢીને મલાઈકા યોગા કરે છે. યોગા અને વ્યાયામને તે ફક્ત કસરત નહિ, પરંતુ જીવનનું અનુશાસન માને છે.

મલાઈકા નું અંગત જીવન:

તમને જાણ હશે કે, પાંચ વર્ષ સુધી અરબાજ ખાન સાથે ડેટ કર્યા પછી મલાઈકા એ તેની સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ તેનું લગ્ન જીવન ખૂબ લાંબુ ન ચાલ્યું. ૧૯ વર્ષ પછી ૨૦૧૭ માં તેમણે છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા પછી મલાઈકાનું નામ તેનાથી ૧૨ વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂર સાથે જોડાવા લાગ્યું. થોડા દિવસ સુધી છૂપાઈને મળ્યા પછી બંને બધાની સામે તેમના સબંધનો સ્વીકાર કરવા લાગ્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *