આ ખેડૂતના 3 એકર ખેતરમાં કેળાની 430 પ્રજાતિઓ, કરી લાખોમાં કમાણી !!

60 વર્ષીય વિનોદ સહદેવન નાયર, ત્રિવેન્દ્રમના પરસલા ના રહેવાસી છે. તેના ખેતરમાં તમને કેલા ની અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ જોવા મળશે. કેળાની ખેતીમાં નવા પ્રયોગ કરતા વિનોદ કહે છે તેમણે કેળા સામ્રાજ્ય સ્થાપના કરી છે.

image source

પાછલા 30 વર્ષોમાં વિનોદે ભારત અને દુનિયાભરના કેળાની 430 થી પણ વધુ પ્રજાતિઓ એકથી કરી. તેના આ અનોખા કામ માટે 2015 માં તે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં દર્જ કરાવી ચુક્યા હતા. સાથે જ કેળા માટે તેને આઈસીએઆર –નેશનલ રીસર્ચ સેન્ટર દ્વારા સર્વશ્રેષ્ઠ કિસાનનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો.

image source

કેળાની અનન્ય જાતો સાથે તેના ખેતરનો વિસ્તાર

ફીજીક્સમાં બીએસસી કર્યા બાદ વિનોદે થોડો સમય કામ કર્યું પરંતુ તેમાં તેનું મન ના લાગ્યું અને તેમને બાદમાં કોચિ માં એક વેબ ડીઝાઇનિંગ કંપની ની શરૂવાત કરી. કંપનીમાં સારું કામ થઈ રહ્યું હતું પરંતુ માં ના નિધન બાદ તેમણે કંપની બંધ કરવાનો નિર્યણ કર્યો જેથી તે પાછો પરસાલા આવી શકે અને તેના પિતાની દેખભાળ રાખી શકે.

image source

વિનોદ જણાવે છે કે અમારી પાસે 3 એકર જમીન બંજર પડી હતી  જેમાં ધાન ઉગાડતા હતા. ત્યારે મારી ઉંમર ફક્ત 12 વર્ષ ની હતી જયારે મારા પિતાએ તે જમીન માં કેળા ની ખેતી શરુ કરી હતી અને હું તેની મદદ કરતો. વિનોદે ભણતર છોડ્યા બાદ તેનો પૂરો સમય ખેતી માટે સમર્પિત કરી દીધો. અને ધીરે ધીરે તેણે તેના પિતા ના પ્લાન્ટેન ની ખેતીનો વિસ્તાર કરવાનું શરુ કરી દીધું. વિનોદે દેશના અલગ અલગ બાગબાની વિભાગો, અનુસંધાન સંસ્થાનો અને વિશ્વવિદ્યાલયો થી પણ સંપર્ક કર્યો જેથી ઉપલબ્ધ દરેક પ્રકારની જાતિ પર પકડ બનાવી શકાય.

image source

કેળાની ૪૩૦ જાતો ઉગાડવી

આસામના લાંબા કેળાથી લઈ નાના જહાજી સુધી. આજની તારીખમાં વિનોદના ખેતરમાં લગભગ 430 પ્રકારના કેળા ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત તેના ખેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રકારના જેમકે લેડીજ ફિંગર, રેડ બનાના અને બ્લુ જાવા જેવા કેળા પણ છે.

image source

ભવિષ્યની યોજનાઓ

વિનોદ કેળાની આ ખેતી દ્વારા મહીને લગભગ 1 લાખ જેવું  કમાઈ લે છે. તેનો દીકરો અંબનીશ પણ તેને આ કામમાં પૂરો ટેકો આપે છે.

વિનોદ અને તેનો દીકરો હવે ફસલથી કેળા, કોફી, દલિયા અને આચાર જેવું ઉત્પાદન બનાવી કારોબાર હજુ આગળ લઈ જવાની યોજના બનાવી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *