શું તમે આ જાણો છો? ચહેરાની👧 કરચલી દુર કરવાના આ ત્રણ ઉપચાર

આજકાલ કોઈ માહિતી સાચી છે કે ખોટી એ ચકાસવા માટે હોશિયાર નજર રાખવી પડે. તદ્દઉપરાંત પ્રસાર અને પ્રચાર માટેની જગ્યા કઈ છે એ ખાસ જોવું પડે. ઘણી બધી ટીવી ચેનેલસ આવે છે જેમાં ડુપ્લીકેટ અને નોન-બ્રાન્ડેડ સૌંદર્ય પ્રસાધનો વેચીને લોકોને મુર્ખ બનાવવાનું કારસ્તાન ચાલે છે. છતાં લોકો ઓછી કિમતનાં મોહમાં આવીને ઘરબેઠા વસ્તુને મંગાવે છે. જો તમે પણ આવી રીતે કોઈ વખત જાહેરાતો અને વસ્તુમાં છેતરણા હોય તો આ આખો આર્ટીકલ ધ્યાનથી વાંચજો.

મનુષ્યની શરીર રચના એવી છે જેમાં ઉમર સાથે ફેરફાર થતો રહે. એમ, ઉમરમાં થતો વધારે અમુક લોકોનાં ચહેરા પર ચોખ્ખો દેખાય આવે છે. ન તેને છુપાવી શકાય કે ન તેને અણગમતો કરી શકાય. આખરે આવી પરિસ્થિતિ મૂંઝવણમાં મુકે છે અને અમુક જગ્યાએ હાસ્યનો શિકાર બનીએ છીએ. ક્યાંક તો ચહેરા પરથી દેખાતી વધુ પડતી ઉમર લગ્ન માં દોષ રૂપે સાબિત થાય છે. તો આજનાં સન્ડે સ્પેશ્યલમાં આવી જ જાણકારી મેળવીએ.

એક સમય હતો જેમાં કોઈ જ પ્રકારનાં દવા અને બીજા ઔષધો ન હતાં ત્યારે પણ લોકો ખુબસુરત તો હતાં જ. તો શું અત્યારનાં ખોરાકને લીધે ઉમર સાથે ચહેરા પર કરચલી પડતી હશે? આનો જવાબ છે હા, શરીરને સ્વસ્થ રાખવા બધા પ્રકારનાં વિટામિન્સની જરૂર પડે છે. સાથે વિટામિન્સની યોગ્ય માત્ર શરીરમાં જળવવી જોઈએ.

હાલના ઝડપી સમયમાં ભાગદોડ કરતાં કરતાં અને ટેન્શનમાં જીવતાં જીવતાં માણસ ઉમર પહેલા જ વૃદ્ધ થઇ જાય છે. એમ, ઉમર પણ દેખાવા માંડે છે. સૌથી વધારે ચહેરા પરથી ખબર પડી જાય છે કે, માણસ ખુશમિજાજમાં છે કે નહીં? તણાવ પણ ચહેરા પરની પડતી કરચલીનું એક કારણ છે.

બીજું વધુ પડતા કેમિકલ્સથી બનેલા સૌંદર્ય પ્રસાધનો વાપરવાથી વહેલો ચહેરો વૃદ્ધ દેખાય છે. ઠીક છે જેટલી વાર મેકઅપ હશે એટલી વાર સરસ મજાનાં દેખાય પછી તો એ જ ને, “ઘરડી ઘોડી ને’ લાલ લગામ”. શરીરનાં દરેક ભાગમાં ચરબી હોય છે. એમ, ચહેરા પરની ચામડી નીચે ચરબીનું પ્રમાણ હોય છે. એ માંસ ઢીલું થઈને લબડી પડે ત્યારે કરચલીની કદરૂપતા આવી જાય છે.

જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધતા જાય છે. તેમ નવા નવા સંશોધન થતાં રહે છે. એમ તાજેતરમાં એક ડોકટરી લેબમાં આ ચહેરાની કરચલી વિશે પરીક્ષણ થયું. જેમાં બહાર આવ્યું કે, ગાલનાં ચોકસ ભાગ પર જો ચરબીને ભેગી કરીને સાચવી શકાય તો ઉમર સાથે ચહેરાને વૃદ્ધ થતો અટકાવી શકાય. વૃદ્ધાવસ્થામાં પણ યુવાન રહી શકાય. લો…કરલો બાત!! છે ને બાકી મજેદાર…

પ્લાસ્ટીક સર્જરીનાં નિષ્ણાતો અને મેડીકલ સંશોધકોએ સાથે મળીને ઘણાં પ્રયોગ કર્યા. એ બધાએ વિશેષ પ્રકારનાં બીબામાં ચહેરાની આકૃતિ સાથે પ્રયોગોને રજુ કરીને ટેસ્ટ કર્યું હતું. તે સંશોધકોની ટીમે સાબિત કર્યું કે, ચહેરાનાં ગાલમાં પણ ચરબીને ભરી શકાય અને આંખ નીચેનાં ખાડાને પણ ચરબીથી ભરી શકાય. હોઠ અને નાક – મોં માં ફેરફાર કરી શકાય.

ખરેખર આજનો જમાનો જીવવા જેવો આવ્યો છે. કેટલી સરસ સુવિધા અને આગળ પડતું વિજ્ઞાન માણસને સુવિધાથી ભરપુર બનાવે છે. પ્લાસ્ટિક સર્જરીનાં એક અંકમાં તો ત્યાં સુધી પ્રકાશિત થયું છે કે, ગાલ હેઠળ ચોક્કસ ખાસ જગ્યાએ ચરબીને ભરી શકાય છે અને ચહેરાનાં નકશાને સંપૂર્ણ બદલી શકાય છે.

તો ઉમર વધવાની સાથે હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. થોડો સમય જતાં ભારતની અંદર પણ આ પ્રયોગ થવા લાગશે. જો કે હાલમાં પણ ફેસ ટ્રીટમેન્ટ ઘણી ખરી રીતે ભારતમાં પણ થાય છે. હવે આપ હંમેશાં યૌવન ખીલેલા દેખાશો. જમાનો જીવવા જેવો આવ્યો છે હો…!!!

એ સાથે અમુક ઘરગથ્થું ઉપચારથી પણ ચહેરા પરની કરચલીને વહેલી આવતી રોકી શકાય.

 

રીત ૧ :

૫ ચમચી દહીંમાં સહેજ હળદર પાઉડર નાખી બે મિનીટ મિશ્ર કરો ત્યારબાદ તેમાં લીંબુના બે ટીપા નાખી ફરી મિશ્ર કરો. એ પેસ્ટને ૧૫ મિનીટ સુધી રાખો બાદ હળવે હાથે માલીશ કરીને પાણીથી ચહેરાને સાફ કરી નાખવો.

રીત ૨ :

ચણાનાં લોટને મલાઈ સાથે જોઈતા મુજબ મિશ્ર કરો. ત્યારબાદ ગુલાબ જળ સહેજ નાખી ને હુફાળા પાણીથી સાફ કરેલ ચહેરા પર ૨૦ મિનીટ સુધી રાખો. ચામડીમાંથી નિર્જીવ કોષો નીકળીને નવા કોષો બનશે. જેથી થોડા દિવસમાં ચહેરો ચમક્તો થઇ જશે અને લાંબા સમયનાં ઉપયોગથી કરચલીની સમસ્યાને રોકી શકાય.

રીત ૩ :

ચોખાને સહેજ કરકરા રહે એવી રીતે દળીને રાખો. તેમાં લીંબુ અને છાસનું પાણી સહેજ ઉમેરો. ઉપરથી થોડી હળદર નાખો અને ગ્લીશરીન નાખી પેસ્ટ બનાવો. એ પેસ્ટને ચહેરા પર લગાવી ૧૦મિનીટ રાહ જુઓ. બાદ બરફના ટુકડા વડે ચહેરાને સાફ કરતાં જાઓ. આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરવી.

ઉપરોક્ત ત્રણેય રીતમાંથી આપ કોઈપણ આપનાવી શકો છો અને ઉમર કરતાં વહેલી ચહેરાને બેડોળ કરતી કરચલીને રોકી શકાય.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *