ખાટા-મીઠા ટામેટાથી તૈયાર થતી સ્વાદિષ્ટ અને ફટાફટ બનતી 3 આસાન રેસીપી

Image Source

 ભારતીય ભોજનમાં ટામેટાનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે અને તે ભોજનને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પણ બનાવે છે. પરંતુ ટામેટું એક એવી શાકભાજી છે જેનાથી તમે ઘણા પ્રકારની ટેસ્ટી રેસિપી બનાવી શકો છો. તમારે ટામેટા ની ચટણી કેચપ અને શાકભાજી તો ઘણું ખાધું હશે પરંતુ આજે અમે તમને આ આર્ટિકલમાં ઘરે જ ટામેટા થી બનતી ડિફરન્ટ અને ટેસ્ટી રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.

Image Source

બોમ્રાસ ટામેટા સલાડ

 તમે ટામેટાનું સલાડ તો ઘણી વખત ખાધું હશે પરંતુ બોમ્રાસ સલાડ ગોવાની એક ડિશ છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે આ રેસિપી ને તૈયાર કરવામાં માત્ર દસ મિનિટનો સમય લાગશે.

 સામગ્રી

 • 2 ટામેટા
 • 1 કાકડી
 • 1 ડુંગળી
 • 1 નાની ચમચી ઝીણું સમારેલું લસણ
 • 1 નાની ચમચી ઝીણું સમારેલું લીલું મરચું
 • 1 ચમચી શેકેલી અને વાટેલી મગફળી
 • 1 મોટી ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા
 • 1 ચમચી સફેદ તલ શેકેલા
 • 1 મોટી ચમચી આમલીની પેસ્ટ
 • 1 મોટી ચમચી ગોળ ની પેસ્ટ
 • મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત

 • સૌપ્રથમ ટામેટાને ધોઈને ઝીણા સમારી લો
 • ત્યારબાદ ડુંગળી લસણ કાકડી લીલું મરચું અને લીલા ધાણાને ઝીણા સમારો
 • ગોવાની આ દેશમાં નોનવેજ નાર ઉપર ઝીંગા અથવા તો ચિકન પણ નાખવામાં આવે છે પરંતુ જો તમે વેજિટેરિયન છો તો તેમાં પનીર અથવા તો સોયા ચન્ક્સ નાખી શકો છો.
 • હવે એક પેનમાં થોડું તેલ નાખીને લસણને ફ્રાય કરો ત્યારબાદ એક બાઉલમાં કાપેલી ડુંગળી, ટામેટા,લસણ,મરચું જીરુ અને લીલા ધાણા નાખો
 • હવે આ મિશ્રણમાં આમલીની પેસ્ટ,ગોળની પેસ્ટ અને મીઠું નાખો ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરો.
 • ત્યારબાદ આ સલાડ ને તળેલી અને ભૂકો કરેલી મગફળી સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

Image Source

ટામેટાની કરી

જો તમે દાળ અને શાકભાજી ખાઈને કંટાળી ગયા છો તો કંઈક અલગ ટ્રાય કરો. તેની માટે તમે ઘરે ટામેટાની કરી બનાવી શકો છો તે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ રેસિપીને તમે દસથી પંદર મિનિટની અંદર તૈયાર કરી શકો છો.

સામગ્રી

 • 7 ટામેટા
 • 1 મોટી ચમચી ચણાનો લોટ
 • 3 થી 4 મીઠા લીમડાના પાન
 • 250 ગ્રામ મગની દાળ
 • 1 નાની ચમચી જીરું
 • 1 ઇંચ તજ
 • 1નાની ચમચી ઝીણું સમારેલું લસણ
 • 1નાની ચમચી ગરમ મસાલો
 • 1 નાની ચમચી ધાણાજીરું પાવડર
 • અડધી ચમચી હળદર

બનાવવાની રીત

 • સૌપ્રથમ ટામેટા અને મગની દાળને પાણીમાં પલાળીને સારી રીતે સાફ કરો ત્યારબાદ ટામેટાને ઝીણા સમારી લો
 • હવે કુકર ને ગેસ પર મૂકીને ફ્લેમ ઓછી રાખો,ત્યારબાદ કુકરમાં મગની દાળ અને ઝીણા સમારેલા ટામેટા નાખો.
 • હવે કુકર ને બંધ કરીને ત્રણ સીટી વાગવા દો ત્યારબાદ તમે આ કૂકરને ખોલશો ત્યારે મગની દાળ અને ટામેટા બંને સારી રીતે મિક્સ થઈ ગયા હશે અને તે એક પેસ્ટ જેવું દેખાશે.
 • ત્યાર બાદ એક પેનમાં તેલ નાખો અને તેમાં જીરું લીમડો અને તજ નાખો એક મિનિટ સુધી ફ્રાય કરીને તેમાં લસણ નાખો.
 • લસણ સંતળાઈ જાય ત્યારબાદ પેનમાં બેસન નાખો હવે તેને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં પાણી નાખો અને પછી ટામેટા અને મગની દાળની પેસ્ટ નાખો.
 • આ મિશ્રણને પાંચ મિનિટ સુધી ચડવા દો અને એક ઊભરો આવે ત્યારબાદ બંધ કરી દો.
 • તમારી ટામેટાની કરી તૈયાર છે તમે તેને ભાત સાથે સર્વ કરી શકો છો.

Image Source

ટામેટા નું અથાણું

ઘરે ટામેટા નું અથાણું બનાવવું ખૂબ જ આસાન છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે, તમે આ અથાણાંને દસથી પંદર મિનિટની અંદર તૈયાર કરી શકો છો.

સામગ્રી

 • 250 ગ્રામ ટામેટા
 • અડધી નાની ચમચી હળદર પાઉડર
 • અડધી ચમચી મેથી પાવડર
 • 1 નાની ચમચી રાઈ ના દાણા ની પેસ્ટ
 • 1 નાની ચમચી રાઈના દાણા
 • 1 નાની ચમચી ઝીણું સમારેલું આદુ
 • ચપટી હીંગ
 • 1 નાની ચમચી લાલ મરચું પાઉડર
 • મીઠુ સ્વાદ અનુસાર
 • 2 ચમચી તેલ

બનાવવાની રીત

 • સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈનો તડકો લગાવો ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું આદું નાખીને સાંતળો
 • હવે તેમાં હિંગ અને લીમડાના પાન નાખો અને ફ્રાય કરો ત્યારબાદ આ મિશ્રણને એક વાસણમાં કાઢીને રાખો
 • ફરીથી એક પેનમાં તેલ નાખીને ગેસ પર મૂકો ત્યારબાદ ટામેટાને સૌપ્રથમ ઝીણા સમારી લો અને તે પણ માં નાખો પછી તેમાં મીઠું ઉમેરો
 • હવે ટામેટા ને પાંચ મિનિટ સુધી ઢાંકીને ચડવા દો ટામેટા નરમ થઈ જાય ત્યારે તેમાં લાલ મરચું પાવડર હળદર અને સરસવ ના દાણા ની પેસ્ટ તથા મેથી પાવડર નાખો.
 • હવે તેમાં તડકો મિક્સ કરો જે તમે પહેલા તૈયાર કર્યો હતો.
 • હવે ટામેટા નું અથાણું તૈયાર થઈ જશે તેને ઠંડુ કરો અને કાચની બરણીમાં સ્ટોર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment