ત્વચા પરના અણગમતા મસ્સા દૂર કરવા માટેના 3 રામબાણ ઘરેલૂ ઉપાય, જડમૂળથી દૂર થશે સમસ્યા  

Image Source

મસા ત્વચાથી જોડાયેલી એક એવી સમસ્યા છે જે શરીરના કોઇપણ ભાગ પર થઈ શકે છે.પરંતુ તેને ઘરે જ સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે અને તેનાથી છુટકારો પણ મેળવી શકાય છે.

મસાની સમસ્યા ત્વચા પર એક્ટિવ એક ખાસ પ્રકારના વાયરસ ના કારણે થાય છે. તેને પેપીલોમા વાઈરસ પણ કહેવામાં આવે છે. તે સિવાય ત્વચાની કોશિકાઓને કાર્યપ્રણાલી એટલે કે સ્કિન મેકેનિઝમ માં થતી ગરબડના કારણે ત્વચા ઉપર મસાની સમસ્યા થઇ જાય છે.

આ સ્થિતિમાં કોઇ ખાસ સંક્રમણ કે ગ્રસ્ત ત્વચાની કોઇ એક કોશિકા જરૂરી ઢંગથી વધવા લાગે છે.અને આ વધેલી ત્વચા એક ગાંઠ ના સ્વરુપ માં સામે આવે છે જેને આપણે મસા ના રૂપમાં જાણીએ છીએ.સર્જરી અને લેઝર જેવા મેડિકલ ટ્રીટમેન્ટ સિવાય અમુક ખાસ ઘરેલૂ ઉપાયથી પણ મસા ને સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે.

મસાને સૂકવવા માટે દેશી નુસખા

કેળાની છાલને મસા ઉપર રાખીને તેને એક કપડાંથી બાંધો. આમ તમે રાત્રે સૂતા પહેલાં કરો અને આખી રાત કેળાની છાલને મસા પર બાંધેલી રાખો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી મસા સંપૂર્ણ રીતે સુકાઈ ન જાય.

 આ પ્રકારના મસાને સૂકાવા માટે કેટલો સમય લાગશે તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે મસા નો આકાર કેટલો મોટો છે અને આ સમસ્યા કેટલી જૂની છે. પરંતુ તમે નિયમિત રૂપથી કેળાની છાલને બાંધવાથી તમને એક મહિનાની અંદર જ ફરક દેખાશે.

દિવસ માં બે વખત લગાવો લસણ

લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ભરપૂર માત્રામાં હોય છે. તે મસા માટે એક પ્રભાવી ઘરેલૂ ઈલાજ છે. લસણની એક મોટી કળી લઈને તેને ફોલી કાઢો અને પીસી લો. ત્યારબાદ આ પેસ્ટને મસા ઉપર લગાવો અને એક કલાક માટે રહેવા દો.ત્યાર બાદ ભીના કપડાથી સાફ કરો. આ પ્રક્રિયા તમારે દિવસમાં બે વખત કરવાની છે. અમુક જ દિવસમાં મસા સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે.

Image Source

એરંડી ના તેલ થી મસાનો ઈલાજ

એરંડી ના તેલમાં બેકિંગ સોડા ઉમેરીને એક પેસ્ટ બનાવો અને તે પેસ્ટ મસા ઉપર લગાવો. આ પેસ્ટને મસા ઉપર એકથી દોઢ કલાક સુધી લગાવીને રહેવા દો. ત્યારબાદ તેને ભીના કપડાથી સાફ કરો. તમે દિવસમાં બે વખત આ પ્રક્રિયાને અપનાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

ખાસ નોંધ : દરેક ને વિનંતી છે કોઈ પણ નુસખા અપનાવતા પેહલા ડોક્ટર ની સલાહ આવશ્યક છે, અમે ઉપ્રોકત આપેલ કોઈ પણ નુસ્ખા ને સમર્થન નથી આપતા, અમે ફક્ત ઈન્ટરનેટ ઉપર થી માહિતી એકત્રિત કરેલ છે અને આપ સુધી પોચાડવાનો પ્રત્યન કરેલ છે

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *