સૌને ગાંધી જયંતિની શૂભકામના..!!

વૈષ્ણવ જન તો તેને રે કહીએ,જે પીડ પરાઈ જાણે રે…!!
પર દુઃખે ઉપકાર કરે તો ય, મન અભિમાન ન આણે રે,..
સકળ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રે
જીહવા થકી અસત્ય ન બોલે,ધન ધન જનની એની રે!
-નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ ભજન ગાંધીજીને બહુ પ્રિય હતું. કારણ કે એના શબ્દોમાં વૈષ્ણવ જનની કોને કહેવો તેની વ્યાખ્યા છે.

એ જ જ વ્યાખ્યાને મોડીફાઈ કરીને આપણાં દેશના બંધારણમાં સમાવી લેવામાં આવી છે.
કદાચ આજના રાજકીય નેતાઓને નરસિંહ ભગતના આ ભજનના શબ્દો નહીં ગમે.

કારણ કે એમાં વાચ,કાછ અને મનને નિર્મલ અને કપટ રહિત રાખવાની વાત છે.એમાં સમદ્રષ્ટિ રાખીને કામ,ક્રોધને નિવારવા અને તૃષ્ણા રહિત જીવન જીવવાની વાત છે.

એમાં પોતાની જીભેથી અસત્ય બોલવા પર ભાર મુક્યો છે.ગાંધી અને શાસ્ત્રીજીની સાદગી સામે આજના નેતાઓની જાહોજલાલી જવાહર લાલ નહેરુની સમકક્ષ જ લાગે છે.

આપણે ત્યાં આજે પણ આઝાદી બાદ પેદા થયેલા કાળા અંગ્રેજો સામે ગાંધી ચિંધ્યા રાહે આંદોલનો કરવાની ચીમકી આપવી પડે છે.

જે જોઈને કદાચ મહાત્માનો આત્મા આજે પણ દૂભાતો હશે..!!

Leave a Comment