બાળકો માટે ૨૬ સરસ આઉટ ઓફ વેસ્ટ મટીરીયલ ક્રાફટ આઈડિયા.

Image Source

બાળકોને વ્યસ્ત રાખવા અને તેનું મન લગાવી રાખવું કોઈ સરળ કામ નથી. આધુનિક ઉપકરણો અને ટિવી આ કાર્યને સરળ જરૂર બનાવે છે, પરંતુ તેનો ઉપયોગ એક સીમિત અંતરાલ માટે જ યોગ્ય છે. તો ચાલો તેના માટે કઈક જૂની રીતો અપનાવીએ અને બાળકોની કળા અને ક્રાફટના માધ્યમથી વ્યસ્ત રેહવાની ૧-૨ રીત શીખીએ.

નકામી સામગ્રીઓમાથી ક્રાફ્ટિંગ કરીને બાળકો સાથે થોડો સમય વિતાવવો અને કઈક નવું શીખવાની સૌથી સારી રીત છે. ઘરની સજાવટના સામાનથી લઈને નાની નાની વસ્તુ જેને તેઓ ઘરેણા અથવા સુંદર રમકડાંની તરીકે પહેરી શકે છે, તેવી ઘણી વસ્તુઓ છે જેને ઘરમાં પડેલી નકામી વસ્તુઓમાથી બનાવી શકાય છે. તેથી તમારા અંદરના કલાકારને જગાવો અને સામગ્રીઓનો ઉપયોગ કરીને આ ક્રાફટ આઈડિયાને અજમાવો.

અહીં કેટલીક પ્રવૃત્તિઓ છે જેમાં તમને ગરમ ગુંદર બંદૂકની જરૂર પડશે. અમે સલાહ આપીશું કે તમે બાળકોને જાતે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપશો નહીં અને તેમના પર નજર રાખો, કેમ કે ગુંદર બંદૂક ખૂબ જ ગરમ થઇ શકે છે અને બર્ન થવાની સંભાવના પણ રહે છે.

બાળકો માટે સુપર ક્રિએટિવ વેસ્ટ મટીરીયલ ક્રાફટ આઇડિયાઓ:

નકામી વસ્તુઓમાથી ક્રાફટ કરવું એ માત્ર આર્થિક જ નથી, સાથેજ તે બાળકોના અંદરના કલાકારને જગાડીને વસ્તુનો ફરીવાર ઉપયોગ કરવા માટે પ્રેરિત પણ કરે છે. અહી બાળકો માટે કેટલાક સરળ, મજેદાર અને સુંદર ક્રાફટ આઇડિયાઓ આપવામાં આવ્યા છે, જેને નકામી સામગ્રીઓમાથી બનાવી શકાય છે.

Image Source

૧. દૂધના કેનમાં બનેલું બર્ડ હાઉસ:

આ પ્રવૃત્તિ માટે તમે એક દૂધના જૂના કેનનો ઉપયોગ કરી શકો છો, જે ફક્ત મનોરંજક અને વ્યસ્ત જ નહિ, પરંતુ તેનાથી આકર્ષિત થઈને પક્ષી જ્યારે તમારી બલકાનીમાં આવશે ત્યારે તમારા બાળકને ઘણો આનંદ મળશે.

જરૂરી સામગ્રી:

 • દૂધ અથવા જ્યુસનું કેન
 • સફેદ સ્પ્રે કલર
 • સફેદ ગ્લુ જેમકે ફેવિકોલ
 • હોટ ફેવિકોલ ગન
 • પ્લાસ્ટિકની એક ચમચી
 • રંગીન ટિશ્યુ પેપર
 • કટર અથવા ચાકુ
 • સ્પોન્જ બ્રશ
 • છત બનાવવા માટે મોટું અને પુસ્તકનું મુલાયમ કવર
 • ઊન

બનાવવાની રીત:

 • દૂધ અથવા જ્યુસના કેનને સ્પ્રે કલર કરી અને સુકાવા માટે રાખી દો.
 • સફેદ ફેવિકોલને પાણીમાં ઉમેરીને પાતળું કરી અને ડબ્બા ઉપર અને પુસ્તકના કવર પર તેનું પાતળું પડ લગાવો.
 • ફેવિકોલ સુકાય તે પેહલા રંગીન ટિશ્યુ અથવા કાગળના ડબ્બા પર અનિયમિત રૂપે લગાવો, જેનાથી તેને એક કલરફુલ લુક મળે. તમે એક ટિશ્યુ પેપરની ઉપર બીજુ પણ લગાવી શકો છો.
 • કેનની ઉપર કટરની મદદથી એક નાનું કાણું બનાવી અને કેનની સાઈડમાં દરવાજા બનાવવા માટે એક કાણું પાડો.
 • દરવાજાની એકદમ નીચે એક નાનો એકસ આકાર કાપી અને તેમાં એક પ્લાસ્ટિકની ચમચી નાખો. તે ચમચી પર ચકલી માટે દાણા મૂકવામાં આવશે.
 • હવે હોટ ફેવિકોલ ગનની મદદથી કેનની ઉપર છત લગાવો.
 • છત પર બે નાના કટ લગાવો જેની વચ્ચે લગભગ ૨ ઇંચનું અંતર હોય. આ કટમાંથી ઉન નાખીને કાઢો અને તેના દ્વારા આ સુંદર બર્ડ હાઉસ ને લટકાવો.

Image Source

૨.ર્પાપ્સિક્લ સળીથી બુકમાર્ક બનાવો:

આ ડીઆઇવાઈ બુકમાર્ક દ્વારા રજામાં વાંચનને ઉત્તમ બનાવો. તે મિત્રો માટે સારી ગીફ્ટ પણ હોઈ શકે છે.

જરૂરી સામગ્રી:

 • ર્પાપ્સિક્લ સળી
 • કલીપર્સ
 • ફેવિકોલ
 • રિબન
 • ફેલ્ટ પેન
 • ગૂગલી આઇઝ

બનાવવાની રીત:

 • ધોયેલી અને સુકાયેલા ર્પાપ્સિક્લ સળીથી શરૂ કરીશું.
 • ફેવિકોલની મદદથી બાળકોને કલિપર્સ આઇસક્રીમની સળી પર લપેટવા અને ચોટાડવા માટે આપો. તેમાં ચહેરો બનાવવા માટે થોડી જગ્યા છોડો જે ઉપરની તરફ લગભગ ચોથા ભાગની હોવી જોઈએ.
 • રિબનનો ઉપયોગ ફેવિકોલની મદદથી બેલ્ટ અથવા વાળની એસેસરીઝ બનાવવા માટે કરવામાં આવી શકે છે.
 • છેલ્લે સળીની બંને બાજુ ગૂગલી આઈઝ ને ચોટડો અને મોઢું બનાવો.
 • તમારી સુંદર બુકમાર્ક બનીને તૈયાર છે.

Image Source

૩. ઝગમગતી સીડીની માછલી:

આ આકર્ષક માછલીઓથી તમારા બાળકને તેનું પોતાનું એક્વેરિયમ બનાવવામાં મદદ કરો.

જરૂરી સામગ્રી:

 • એક સીડી
 • ગ્લિટર
 • સફેદ ફેવિકોલ
 • પીળું કાર્ડ પેપર
 • સ્કોર્ચ ટેપ
 • કાતર
 • ગૂગલી આઇઝ

બનાવવાની રીત:

 • માત્ર વચ્ચેના ભાગને ખાલી છોડી અને સંપૂર્ણ સીડી પર ફેવિકોલ લગાવો.
 • સીડી પર યોગ્ય રીતે ગ્લિટરને છાંટીને સૂકવવા માટે મૂકી દો.
 • પીળા કાર્ડ પેપરથી મોઢું, પાંખો અને પૂછડી કાપો અને ટેપની મદદથી સુકાઈ ગયેલા સીડીની ખાલી જગ્યા પર લગાવો.
 • માછલીના ચેહરાની એક બાજુ ગૂગલી આઇઝ ચોટાડો.
 • તમારી સરસ મજાની માછલી તૈયાર છે.

Image Source

૪. ઑમ્બ્રે સ્પૂન વાસ:

ફરતી વખતે તમારા બાળક તમારા માટે જે ફૂલ ભેગા કરીને લાવે છે, તેના માટે આ સાધારણ વાસની મદદથી જગ્યા બનાવો. તે સ્ટેશનરીમાં રાખવા માટે પણ ખૂબ સારી રીત છે.

જરૂરી સામગ્રી:

 • એક મોટું કેન કે જાર
 • કાગળની પ્લેટ
 • જારના આકાર મૂજબ પ્લાસ્ટિકની ચમચી
 • કાતર
 • હોટ ફેવિકોલ ગન
 • સફેદ સ્પ્રે પ્રાઈમર
 • સફેદ અને તમારી પસંદના રંગનું એક્રેલિક કલર

બનાવવાની રીતઃ

 • સફેદ સ્પ્રે પ્રાઈમરની મદદથી જારને કવર કરો. • પ્લાસ્ટિકની ચમચીના હેન્ડલને કાપીને અલગ કરો.
 • કાગળની પ્લેટ પર એક લાઈનમાં રંગોના ટીપા લગાવો.
 • રંગના એક ટીપાંને તેવું જ ઘાટું રહેવા દો અને બાકીના ટીપામાં સફેદ રંગ ઉમેરો જેનાથી તેનો રંગ આછો થઈ શકે. આ રીતે તમને ઓમ્બ્રે શેડ મળશે.
 • ચમચીની ઉપર કલર કરો. કેટલાક પસંદ કરેલ રંગમાંથી હળવા રંગોમાં, કેટલાકને મધ્યમ અને કેટલાકને ઘાટા રંગોમાં રંગો. તેટલી ચમચીને કલર કરો જેનાથી તમારી જાર સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય અને તેને સુકાવા દો.
 • સુકાયેલ ચમચીના માથાને તેના રંગ મુજબ પરત બનાવતા જારમાં ચોટાડો. તમે ઇચ્છો તો ઘાટ્ટાથી આછા અને આછાથી ઘાટા રંગમાં લગાવી શકો છો.
 • તમારી ઓમ્બ્રે સ્પૂન વાસ બનીને તૈયાર છે.

Image Source

૫. ટીન કેન ચાઇમ્સ:

આળસ ભરેલી બપોરે કંટાળી ગયેલા, કેન ને ટીનના કેનમા મ્યુઝિકલ ટાઇમ્સમાં ફેરવો. તે પણ સિમ્પલ સ્ટેપમાં. જાણો તેના માટે નીચે –

જરૂરી સામગ્રી:

 • ટીનના કેન ઢાંકણ સાથે ૩ અથવા તેનાથી વધારે
 • ખીલ્લી અને હથોડી
 • વોશર દરેક કેન માટે એક
 • કલર બ્રશ
 • અલગ રંગોના ટેમ્પેરા કલર
 • ઊન અથવા દોરા
 • ગ્લિટર

બનાવવાની રીતઃ

 • ટીનના કેનને અલગ રંગોમાં કલર કરો.
 • ભીના હોય ત્યારે જ તેમાં ગ્લિટર લગાવો.
 • જ્યારે તે સુકાઈ જાય ત્યારે ખીલ્લી અને હથોડીની મદદથી તેમાં નીચેની બાજુ એક કાણું પાડો.
 • ઊન અથવા દોરાનો એક લાંબો ટુકડો લો અને કાણામાં નાખો. કેનની અંદર દોરાના બીજા છેડે બે વોશર્ષ બાંધો.
 • કેનને એ રીતે લટકાવો કે હવા લાગવાથી તે એક બીજા સાથે અથડાઈ.
 • તમારી ટીન કેન ચાઇમ્સ તૈયાર છે.

Image Source

૬. ઇટસી બિટસી સ્પાઇડર:

આવા ડરામણા સ્પાઇડરને બનાવવામાં તમારા બાળકને મદદ કરો જે તમારા ઘરમાં હોવાથી તમને કોઈ સમસ્યા ન હોય. તે સ્પાઇડર તમારા બાળકના ઓરડા માટે ઉતમ છે.

જરૂરી સામગ્રી:

 • બોટલનું ઢાંકણ
 • દોરા અથવા ઊન
 • કલર અને કલર બ્રશ
 • ફેવિકોલ
 • કાતર
 • કાગળ
 • ગૂગલી આઇઝ

બનાવવાની રીતઃ

 • બોટલના ઢાંકણ ને લાલ રંગનો કલર કરો.
 • એકસરખા લાંબા દોરાના ૮ ટુકડા લો.
 • ઢાંકણની બંને બાજુ ચાર ચાર દોરાને ચોટાડો.
 • બે ગૂગલી આઇઝને ચોટડો અથવા કાગળની આંખ બનાવીને લગાવો.
 • તમારો સ્પાઇડર લોકોને ડરાવવા માટે તૈયાર છે.

Image Source

૭. પાઈનેપલ ક્રાફટ પેન સ્ટેન્ડ:

એક સુંદર પેન સ્ટેન્ડની સાથે ઉનાળાની મજા લો, જેનાથી ચોક્કસપણે તમારા અભ્યાસમાં ટેબલ પર થોડી ચમક આવશે. આ સ્ટેન્ડ સાથે તમે હંમેશા જરૂરી સ્ટેશનરીને સારી રીતે ગોઠવી શકો છો.

જરૂરી સામગ્રી:

 • લીલું ઊન
 • લીલો કાગળ
 • ટેપ
 • પ્લાસ્ટિકની બોટલ
 • કલર અને કલર બ્રશ
 • ફેવિકોલ
 • લાલ સ્કેચ પેન

બનાવવાની રીતઃ

 • પ્લાસ્ટિકની બોટલને પીળા રંગનો કલર કરો અને સુકાવા માટે રાખો.
 • લીલા કાગળ પર આડા અવળી લાઈન બનાવો અને કાગળને કાપી લો. તેનાથી પાઈનેપલના ઉપરનો ભાગ તૈયાર થઈ જશે.
 • લીલા ઊનને નાના નાના ટુકડામાં કાપો અને તેને બોટલમાં ઉપરથી નીચે સુધી ચોટાડો, જેનાથી એક ક્રિસ ક્રોસ પેટન તૈયાર થઈ જશે.
 • પીળા કાગળ પર લાલ સ્કેચ પેનથી કાંટા વાળી પેટન બનાવો.
 • બોટલની રીમ પર કાગળથી તૈયાર કરવામાં આવેલ ઉપરનો ભાગ ચોટાડો.
 • તમારું પાઈનેપલ ક્રાફટ પેન સ્ટેન્ડ ઉપયોગ માટે તૈયાર છે.

Image Source

૮. આઇસ્ક્રીમ સ્ટીક ટોય ફાઈટર વિમાન:

રમકડાં શું કામ ખરીદવા જ્યારે તેને બનાવવા આટલા સફળ છે. તમારા નાના પાયલોટને વિમાન બનાવવામાં મદદ કરો અને તેને રમતા જુઓ.

જરૂરી સામગ્રી:

 • ચાર આઇસક્રીમની સળી
 • એક લાકડાની કલોથ પિન
 • કલર
 • રબર
 • કલર બ્રશ
 • ફેવિકોલ
 • કાતર

બનાવવાની રીત:

 • આઈસ્ક્રીમની સળીને તમારા મનપસંદ રંગમાં રંગી અને તેને સુકાવા માટે રાખી દો.
 • ક્લોથપીનને તમારી ઈચ્છા મુજબ એક સરખા અથવા અલગ રંગોથી રંગી અને સુકાવા માટે રાખો.
 • એક આઇસ્ક્રીમ સળીને ત્રણ ટુકડામાં કાપો અને કિનારાના બંને ટુકડાને એક સીધી લાઈનમાં ફેવિકોલની મદદથી જોડો. તેનાથી વિમાનનો પ્રોપેલર તૈયાર થશે.
 • રબરને એક નાના ટુકડામાં કાપો, કલર કરો અને તેને સુકાવા માટે રાખી દો.
 • ફેવિકોલની મદદથી રબરને આઇસ્ક્રીમની સળીમાં ચોંટાડી પ્રોપલર પૂર્ણ કરો.
 •  છેવટે ક્લોથ પીનના મોઢા પર પ્રોપેલરને ચોંટાડી દો. તમારુ વિમાન તૈયાર છે.

Image Source

૯. ટીન કેન લાલટેન:

તમારા બાળકને વ્યસ્ત રાખો, નકામી વસ્તુનો ઉપયોગ કરો અને આગળના તેહવારની તૈયારી કરો. આ બધું તમે એક સાથે કરી શકો છો, આ આકર્ષક લાલટેન ચાલો જોઈએ.

જરૂરી સામગ્રી:

 • ટીન કેન
 • હથોડી
 • વાયર
 • ખીલ્લી
 • પ્લાય
 • ટી લાઈટ કેન્ડલ
 • સ્પ્રે કલર

બનાવવાની રીતઃ

 • ટીન કેનથી સ્ટીકર અને ફેવિકોલને કાઢી અને સુકાવા માટે રાખી દો.
 • કેનમાં પાણી ભરો અને થોડી વાર માટે ફ્રીજરમાં રાખી દો.
 • કેનમાંથી પાણી કાઢી અને પછી ઉપરની બાજુ એક કાણું પાડી અને એક કાણું નીચેની બાજુ પાડો.
 • એક ૧૨ ઇંચનો વાયર લો અને આ બંને કાણામાં લગાડીને એક હેન્ડલ બનાવી લો.
 • ખીલ્લી અને હઠોડીની મદદથી કેનમા ઘણા બધા કાણા પાડી લો. તમે ઇચ્છો તો કોઇ આકૃતી પણ બનાવી શકો છો અથવા તમારી ઈચ્છા મુજબ કોઈ પણ પેટન બનાવી શકો છો.
 • કેનને સુંદર રંગોથી અંદર અને બહાર કલર કરો. તેમાં તમને ઘણી પરત લગાડવાની જરૂર પડી શકે છે.
 • જ્યારે સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યારે તમે તેમાં ફેયરી લાઈટ અથવા ટી લાઈટ કેન્ડલ નાખી શકો છો અને તેની સુંદરતાનો આનંદ લઇ શકો છો.

Image Source

૧૦. મોજાના પપેટ્સ:

આ સાધારણ પપેટ્સની મદદથી સ્ટોરી ટાઈમને વધારે મજેદાર બનાવો. તમારા બાળકોના મનપસંદ કિરદારોના પપેટ્સ બનાવવા ખુબજ સારો આઈડિયા છે. એક કાપેલ કાર્ડબોર્ડ બોક્સની મદદથી મનોરંજન કાર્યક્રમ જોવા માટે એક ઉત્તમ થિએટર બનાવી શકાય છે.

જરૂરી સામગ્રી:

 • બે મોજા સાદા અથવા પ્રિન્ટ વાળા
 • ગૂગલી આઇઝ અથવા બટન
 • ઊન
 • ઉનની સોય
 • સીવવા માટે કાળો દોરો
 • કાતર

બનાવવાની રીતઃ

 • તેને બનાવવા માટે સરખી રીતે ધોયેલા અને સુકાયેલા હોવા જોઈએ.
 • મોજાની એડી પર ગૂગલી આઇઝ અને બટન સિવી લો. દરેક મોજા પર બે આંખોની જરૂર પડશે.
 • ઊનના દોરાને ૧૨ ટુકડામાં કાપો જેની લંબાઈ ૬ ઈંચ હોવી જોઈએ. તેનાથી આપણે પપેટના વાળ બનાવીશું.
 • મોજાની ઉપરના ભાગમાં આંખોની ઉપર સિલાઈ કરો. તેને એ પ્રકારે સિવો કે તેને જોતા જ વાળની માંગ જોઈ શકાય.
 • મોજામાં તમારા હાથ નાખો અને પપેટ તૈયાર છે.

Image Source

૧૧. ર્પાપ્સિક્લ ફોટો ફ્રેમ:

તમારા મનપસંદ ફોટાને આલ્બમમાં પડેલો ધૂળ જામવાને બદલે તેમને આ સરળ ફોટો ફ્રેમમા લગાવો.

જરૂરી સામગ્રી:

 • ૮ ર્પાપ્સિક્લ સળી
 • કાતર
 • ફેવિકોલ ગન
 • કલર
 • ક્રેયોન
 • કાગળ

બનાવવાની રીતઃ

 • ર્પાપ્સિક્લ સળીને બંને બાજુથી જુદા જુદા રંગોમાં રંગો.
 • ર્પાપ્સિક્લ સળીને તેવી રીતે ચોંટાડો, કે તેનાથી એક ચોરસ આકાર બને અને તેને બહારના કિનારાની બાજુ કાઢતા રહો.
 • એક સફેદ કાગળને ૯×૧૨ ઇંચની સાઇઝમાં કાપો. ર્પાપ્સિક્લ સળીને સફેદ કાગળના કિનારા પર ચોંટાડીને ફ્રેમનો આકાર આપો. વધારાના કાગળને કાપીને અલગ કરી દો.
 • તમારી ફ્રેમ તૈયાર છે.

Image Source

૧૨. સીડી કોસ્ટર:

તમારા બાળક જે કંઇપણ પીવે છે તે તમારા ફર્નિચર પર પડીને તેને ખરાબ ન કરી શકે, તે સુનિશ્ચિત કરવા માટે ઉલટાવી શકાય તેવા કોસ્ટર બનાવવામાં તમારા બાળકોની મદદ કરો. તેના માટે તમારે જે સામગ્રી જોઈએ તે નીચે આપવામાં આવેલી છે.

જરૂરી સામગ્રી:

 • સીડી
 • પાતળું કાર્ડબોર્ડ
 • કાતર
 • ફેવિકોલ
 • કાપડની ક્લીપર્સ

બનાવવાની રીતઃ

 • એક પેન્સિલની મદદથી કાર્ડબોર્ડ પર સીડીની લાઈન બનાવો અને તે આકારને કાપો. દરેક કોસ્ટર માટે તમારે આવા બે સર્કલની જરૂર પડશે, કેમકે તેમના સીડીના છિદ્રોને ઢાંકવાના છે.
 • સીડીની બંને બાજુ કાપેલ કાર્ડબોર્ડના સર્કલને ફેવિકોલની મદદથી ચોંટાડો અને કાપડની કલિપર્સ ચોંટાડો. કપડાનો આ ટુકડો પણ તે આકારમાં કાપેલ હોવો જોઈએ.
 • તમારા ઉલટાવી શકાય તેવા કોસ્ટર ઉપયોગ માટે તૈયાર છે.

Image Source

૧૩. રિસાયકલ બોટલ ફૂલદાની:

આ સુંદર ફૂલદાની ની સાથે તમારા બાળકને રિસાયક્લિંગ નું મહત્વ શીખવો.

જરૂરી સામગ્રી:

 • કાંચ અથવા પ્લાસ્ટિકની બોટલ
 • કલર પ્રાઈમર
 • કલર બ્રશ
 • મોટી ટેપ
 • સ્પ્રે કલર

બનાવવાની રીતઃ

 • બોટલનું સ્ટીકર કાઢીને સાફ કરો.
 • પ્રાઈમરથી બોટલને કલર કરો.
 • બોટલને તમારા મનપસંદ સ્પ્રેથી કલર કરો.
 • જ્યારે કલર સુકાઈ જાય ત્યારે તેના પર સ્પ્રે કલરની એક વધુ પરત લગાવો.
 • તમે બોટલ પર પેટન પણ બનાવી શકો છો. તેના માટે તમારે કલર પ્રાઈમર સુકાય ત્યાં સુધી રાહ જોવી પડશે. ત્યારબાદ તમારી મનપસંદ ડિઝાઇન બનાવવા માટે તમે ટેપનો પ્રયોગ કરી શકો છો. સ્પ્રે કલર કર્યા પછી જ્યારે તમે ટેપને હટાવશો, તો તે ભાગ પારદર્શી જ રેહશે. બોટલ પર તમારી મનપસંદ ડિઝાઇન બનાવવા માટે તમે વાશી ટેપનો ઉપયોગ પણ કરી શકો છો.
 • તમારી બોટલ ફૂલદાની ઉપયોગ માટે તૈયાર છે.

Image Source

૧૪. અખરોટની છાલથી કાચબો બનાવો:

તમારા બાળકે બનાવેલી સીડી માછલીને કાચબાની કંપની આપો અને અખરોટ કાચબાની સાથે તમારા બાળકના એક્વેરિયમને સજાવવામાં તેની મદદ કરો.

જરૂરી સામગ્રી:

 • કાર્ડબોર્ડ
 • અડધુ અખરોટ
 • પીળો અને લીલો કલર
 • કાતર
 • ટેપ
 • કાળી માર્કર
 • ફેવિકોલ

બનાવવાની રીતઃ

 • અખરોટની અડધી છાલને પીળા રંગથી રંગો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે છાલની બારીકાઇને લીલા રંગથી રંગો.
 • કાચબાની આકૃતિને મોટી લીલી શીટ પર દોરો. તેવા બે બનાવી અને તેને કાપીને કાઢો.
 • એક ત્રિકોણ આકૃતિને કાપો અને આ બંને ટુકડાને સાથે ચોંટાડી તેમાં કાચબાનો ચેહરો બનાવો.
 • આ આકૃતિ પર અખરોટની છાલને ચોંટાડો, ત્રિકોણ આકૃતિમાં આંખ અને મોઢું બનાવો.
 • અને આ તમારો કાચબો તૈયાર છે.

Image Source

૧૫. કાગળની ડીશથી રીંછનો ચહેરો બનાવો:

માસ્ક વગર બાળકોની દરેક પાર્ટી અધૂરી છે. સરળતાથી બનતા આ માસ્ક સાથે રીંછ થીમની પાર્ટીની તૈયારી માટે તમારા બાળકની મદદ કરો.

જરૂરી સામગ્રી:

 • કાગળની એક મોટી ડીશ
 • સફેદ, આછો ભૂરો અને ઘાટો ભૂરો ચાર્ટ પેપર
 • ભૂરો કલર
 • કાતર
 • કલર બ્રશ
 • હોટ ફેવિકોલ
 • દોરા.

બનાવવાની રીતઃ

 • સૌથી પહેલા કાગળની ડીશ પર બાળકોના ચેહરાને માપીને આંખો માટે નિશાન બનાવો. આ ડીશ તમારા બાળકના ચેહરાથી મોટી હોવી જોઈએ. સરખી જગ્યા પર કાતરની મદદથી આંખો માટે કાણા બનાવો. કાણા પાડ્યા પછી એક વધુ સારી જગ્યા સુનિશ્ચિત કરી લો.
 • ડિશને ભૂરા રંગથી રંગી દો. તેના માટે ટેપરા કલર શ્રેષ્ઠ છે.
 • ઘાટા ભૂરા કાગળની બે ગોળ કાપો અને તેના કાન બનાવો અને આછા ભૂરા કાગળથી કાનની અંદરનો ભાગ બનાવો અને તેને ચોંટાડી દો.
 • સફેદ કાગળથી આંખને બનાવો અને તમે આંખ માટે જે કાણું બનાવ્યું છે તેની આજુબાજુ કાળા કાગળનો ઘેરો બનાવી દો.
 • આછા ભૂરા કાગળથી મોઢા અને નાકના ભાગ માટે એક મોટું ગોળ કાપી લો અને તેના પર નાક અને મોઢું દોરો.
 • ત્યારબાદ ફેવિકોલની મદદથી રીંછના ચેહરાના જુદા જુદા ભાગને કાગળની ડીશ પર ચોંટાડી દો.
 • પેન્સિલની મદદથી રીંછના ગાલ પર કાણું પાડો. આ કાણામાંથી દોરો નાખીને કાઢો અને ગાંઠ બાંધી દો, જેનાથી તે બહાર ન નીકળી શકે. દોરાની લંબાઈ તમારા બાળકના માથાની સાથે સરખાવવી જોઈએ.
 • તમારા રીંછનું માસ્ક તૈયાર છે.

Image Source

૧૬. બોટલ પેપર બેંક:

બચત કરવી એક સારી આદત છે. તેના માટે દરેક બાળકને પ્રેરિત કરવા જોઈએ. તેનાથી તેને મહેનત અને પૈસાનું મહત્વ સમજવામાં મદદ મળે છે. આ ડીઆઈવાઈ બેંકથી તેની શરૂઆત કરો.

જરૂરી સામગ્રી:

 • પ્લાસ્ટિકની સ્વચ્છ બોટલ
 • કાગળનો ટુકડો
 • ફેલ્ટ ટીપ પેન અથવા પેન્સિલ
 • ફેવિકોલ

બનાવવાની રીતઃ

 • બોટલને ધોઈને સૂકવી લો.
 • તેમાં એક કાપો પાડો. તેનો આકાર એટલો મોટો હોવો જોઈએ જેના કિનારાને ફેવિકોલ લગાવીને કાગળ અથવા ટેપથી સીલ કર્યા પછી પણ એક સિક્કો તેની અંદર જઈ શકે.
 • બોટલના બાકી રહેલા ભાગને કાગળથી ઢાંકી દો અને પછી તમારા બાળકને આપી દો, જેના પર તે કલર કરી શકે અથવા પેટર્ન બનાવી શકે.
 • મની બેંક બચત કરવા માટે તૈયાર છે.

Image Source

૧૭. બોટલમાં મહાસાગર:

આ સુંદર કલાકૃતિની સાથે બીચ અને પાછળની રજાની સુંદર યાદોને તમારા ઘરે લઈ જાઓ. જાણીએ તમે તેને કેવી રીતે બનાવી શકો છો.

જરૂરી સામગ્રી:

 • પ્લાસ્ટિકની મોટી બોટલ
 • પાણી
 • ફનલ
 • વાદળી ફૂડ કલર
 • મિનરલ ઓઈલ
 • નાના પત્થર
 • દરિયાઈ છીપલાં
 • રેતી
 • ફેવિકોલ ગન

બનાવવાની રીતઃ

 • બોટલનું સ્ટીકર અને ફેવિકોલને કાઢીને તેને સરખી રીતે સાફ કરી લો.
 • ફનલની મદદથી બોટલમાં રેતી ભરી દો. તેમાં તેટલી રેતી હોવી જોઈએ કે જ્યારે બોટલ તેના કિનારેથી પડી હોય તો તેનો એક બાજુનો ભાગ ઢંકાયેલ હોય.
 • તેમાં થોડા દરિયાઈ છીપલાં, નાના પત્થર અને જો બની શકે તો એક અથવા બે એક્વેરિયમ રમકડા નાખી દો જે તેની અંદર જઈ શકે.
 • એક અલગ બોટલમાં થોડું પાણી અને વાદળી રંગ ઉમેરો. તેનો રંગ એવો હોવો જોઇએ જેવો મહાસાગરના પાણીનો હોય છે.
 • આ વાદળી પાણીને રેતી વાળી બોટલમાં બે તૃતિયાંશ ભાગ ભરાઈ જાય ત્યાં સુધી નાખો. બાકી રહેલા ભાગમાં મિનરલ ઓઈલ નાખી દો.
 • બોટલને ઢાંકીને ફેવિકોલની મદદથી ચોંટાડી દો જેથી તે ખુલી ન શકે અને તેને સૂકાવા દો.
 • જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે બોટલને વાળીને મહાસાગર અને તેના તરંગો જોઈ શકો છો.

Image Source

૧૮. બટન બ્રેસલેટ:

તમારા સિલાઈના ડબ્બામાં કંઈક પહેરવા લાયક વસ્તુને શોધો. તે બટન બ્રેસલેટ બનાવવામાં સરળ છે અને ઝડપથી બની પણ જાય છે. સાથેજ તે એક સુંદર ગિફ્ટ પણ હોઈ શકે છે.

જરૂરી સામગ્રી:

 • બટન
 • ઇલાસ્ટિક
 • મેટલ ક્રીમ્પ ટ્યુબ
 • શંક
 • પ્લાયર

બનાવવાની રીતઃ

 • ઇલાસ્ટિકને શંક દ્વારા કાઢો અને તે નક્કી કરો કે બધા બટન ઉંધા લગાવેલા છે જેથી તે ઓવરલેપ થઈ શકે.
 • આ રીતે જ્યારે ઘણાબધા બટન લગાવાઈ ગયા હોય અને તે કાંડાના માપ માટે પૂરતું હોય, ત્યારે આ ઇલાસ્ટિકના બંને છેડાને મેટલ ક્લિપ ટયુબની મદદથી સીલ કરી દો.
 • પ્લાયરની મદદથી વધારાનુ ઇલાસ્ટિક કાપીને કાઢી નાખો અને તમારું બ્રેસલેટ તૈયાર છે.

Image Source

૧૯. મેસન જાર સ્નો ગ્લોબ:

હંમેશા સૌથી આકર્ષક વસ્તુને બનાવવું સૌથી વધારે સરળ પણ હોય છે.તમારા બાળકને મેસન જાર સ્નો ગ્લોબથી પરિચિત કરાવો અને તેને તેની કલાકૃતિ બતાવવાની તક આપો.

જરૂરી સામગ્રી:

 • • મેસન જાર
  • હોટ ફેવિકોલ ગન
  • સજાવટી સમાન
  • ગ્લિસરીન
  • ગ્લિટર
  • પાણી
  • સિલ્વર કલર

બનાવવાની રીતઃ

 • સિલ્વર એક્રેલિક કલરથી બરણીના ઢાંકણને કલર કરો.
 • ફેવિકોલ ગનની મદદથી સજાવટી સામાનને ઢાંકણમા અંદરની બાજુથી ચોટાડો.
 • બરણીના ગળા સુધી પાણી ભરી દો અને તેમાં થોડું ગ્લિસરીન અને ગ્લિટર નાખીને ભેળવી દો.
 • ઢાકણને સાવધાનીથી ફીટ કરી દો.
 • બરણીને ઉંધી કરીને રાખો જેથી ઢાંકણું આધાર જેવું લાગે અને સ્નો ફોલનો આનંદ ઉઠાવો.

Image Source

૨૦. પેપર વિંડ ટર્બાઇન:

આ ફટાફટ ક્રાફટમાં કળા અને વિજ્ઞાનનો મેળ જોવા મળે છે. કાગળનું એક ટર્બાઇન બનાવો અને તમારા બાળકની સાઇકલમાં લગાવો, જેથી બાળક તે સમજી શકે કે હવા કેવી રીતે કામ કરે છે.

જરૂરી સામગ્રી:

 • ૫ પેપર કપ
 • કાર્ડબોર્ડ બોકસનું ઢાંકણ
 • રેતી
 • સફેદ કાગળ
 • બોઈ પિન
 • ફેવિકોલ
 • કાતર

બનાવવાની રીતઃ

 • બે પેપરને વાદળી રંગથી રંગી દો અને બાકી ત્રણને તેમજ મૂકી દો.
 • બધા કપને એકની ઉપર એક લગાવો અને ફેવિકોલની મદદથી ચોંટાડીને એક ટાવરની રચના કરો.
 • ત્યારબાદ કાગળની મદદથી એક પિન વ્હીલ બનાવો અને સૌથી ઉપરવાળા કપ સાથે પીનની મદદથી જોડી દો.
 • કાર્ડબોર્ડ બોક્સના ઢાંકણને રેતીથી ભરી દો અને વિન્ડ મિલને તેની ઉપર રાખી દો અને ફેવિકોલથી ચોટાડી દો.
 • તમારું પેપર વીન્ડ ટર્બાઇન તૈયાર છે.

Image Source

૨૧. માચીસ રોબોટ:

સરળતાથી મળનાર સામગ્રીઓમાથી તમારા બાળકને પોતાનો રોબોટ બનાવવામાં મદદ કરો.

જરૂરી સામગ્રી:

 • માચિસના ચાર ખોખા
 • બે માચિસની સળી
 • રંગબેરંગી કાગળ
 • કાતર
 • ફેવિકોલ

બનાવવાની રીતઃ

 • એક માચિસના ખોખાને રંગબેરંગી કાગળથી ઢાંકી દો.
 • માચિસની સળીની મદદથી ખોખાની નીચેની બાજુ એક કાણું પાડો.
 • બે માચિસની સળીનો ઉપયોગ કરીને રોબોટના એંટીના બનાવો.
 • રોબોટની આંખ ડ્રો કરો.
 • બીજા ત્રણ માચિસના ખોખાને એક સાથે જોડી તેનું શરીર અને પગ બનાવો.
 • માચિસની સળીનો ઉપયોગ કરી તેનું માથું અને શરીર જોડી દો.
 • તમારું માચીસ રોબોટ તૈયાર છે.

Image Source

૨૨. ઢીંગલી માટે નાની સૂટકેસ:

આ સુંદર સૂટકેસની સાથે તમારી ઢીંગલી ને રજાઓમાં ફરવા લઈ જવા માટે તૈયાર થઈ જાઓ. આ સૂટકેસ તમારા બાળકની નાની વસ્તુઓને ગોધવવામાં પણ તેની મદદ કરી શકે છે.

જરૂરી સામગ્રી:

 • માચિસના ડબ્બા
 • ઘાટા અને આછા ભૂરા રંગના રંગીન કાગળ
 • કાતર
 • ફેવિકોલ
 • ફેલટ પેન

બનાવવાની રીતઃ

 • ઘાટા રંગના કાગળથી માચિસના ડબ્બાની ઉપરના ભાગને ઢાંકો. આછા ભૂરા કાગળની પાતળી પટ્ટી કાપી લો અને તેને કિનારા પર ચોંટાડો.
 • કાગળથી એક નાનું હેન્ડલ બનાવીને તેની ઉપર ચોંટાડી દો.
 • આછા ભૂરા કાગળથી ૪ સેમી ગોળાકાર બનાવો અને તેને કિનારા પર ચોંટાડી દો.
 • ઉપર અને નીચેના છેડે પેટીઓ લગાવો અને તેને કવરમા પાછું રાખી દો. તમે તેનો ઉપયોગ નાની વસ્તુઓને રાખવા માટે પણ કરી શકો છો.

Image Source

૨૩. કાલ્પનિક એલિગેટર:

એક સાધારણ કપડાની પીનને એક સુંદર પાલતું મા બદલી દે. તે સુંદર એલીગેટર ફટાફટ તૈયાર થઈ જાય છે અને તે તમારી સ્ટોરી ટાઇમ માટે એકદમ ઉપયોગી છે.

જરૂરી સામગ્રી:

 • લાકડાની કાપડની પિન
 • ફેવિકોલ
 • કાતર
 • સફેદ કાગળ
 • સ્કેચ પેન
 • લીલો રંગ

બનાવવાની રીતઃ

 • પિનને લીલા રંગથી કલર કરો.
 • એક સફેદ કાગળ પર દાંત દોરો અને તેને કાપીને કાઢી લો.
 • તેને પિનની બંને બાજુ ચોંટાડી દો.
 • પિનની ઉપરના કિનારા પર દાંતની ઉપર કાળી માર્કરથી આંખો અને નાક બનાવો.
 • તમારું સુંદર એલિગેટર તૈયાર છે.

Image Source

૨૪. ટીશર્ટ ટોટ બેગ:

તમારા બાળકના ખરાબ થઈ ગયેલા મનપસંદ ટીશર્ટને એક આકર્ષક બીચ બેગમાં બદલો. ચાલો જાણીએ કેવી રીતે

જરૂરી સામગ્રી:

 • કોઈપણ પ્રકારનું ગળાનું એક જૂનું ટીશર્ટ
 • કાતર

બનાવવાની રીતઃ

 • શર્ટના ગળા પર એક ગોળ કાપી લો.
 • ટીશર્ટની ડાબી અમે જમણી, બંને સ્લિવ કાપીને કાઢી નાખો. બંને બાજુના કટ એકસમાન હોવા જોઈએ.
 • ટીશર્ટને ઊંધું કરી લો.
 • ટીશર્ટની બેસમાંથી રીમ કાપીને કાઢી નાખો.
 • ટીશર્ટની નીચેની બાજુ પાંચ સેન્ટીમીટર ની લંબાઈ નો કાપો બનાવો. તેમાંથી બે બે છેડાને એકબીજા સાથે જોડીને ગાંઠ બાંધો. તેને તેવી રીતે કરો કે બેગની નીચેનો ભાગ બંધ થઈ જાય.
 • ટીશર્ટને સીધું કરી દો, તમારું બેગ તૈયાર છે.

Image Source

૨૫. ટેનિસ બોલનું હોલ્ડર:

તમારા ઘર માટે એક આયોજક બનાવો. આ આરામદાયક હોલ્ડરથી તમારૂ બાળક એક નવું ક્રાફટ પણ શીખશે.

જરૂરી સામગ્રી:

 • ટેનિસ બોલ
 • કાતર
 • ગૂગલી આઈઝ

બનાવવાની રીતઃ

 • ટેનિસ બોલમાં બંને લાઈન માંથી એકની એકદમ ઉપર એક મોટો કાપો પાડો. તે બોલનું મોઢું બનશે.
 • આ કાપાની ઉપર ગૂગલી આઇઝ લગાવો. જેનાથી તે એક ચેહરા જેવું દેખાશે.
 • તેને હોલ્ડરની જેમ દીવાલ પર લટકાવી દો. આ બોલના મોઢામાં કંઇપણ નાખીને રાખી શકો છો.

Image Source

૨૬. ખુલતા ઢાંકણ સાથે ર્પાપ્સિકલ સ્ટીક સ્ટોરેજ બોક્સ:

જરૂરી સામગ્રી:

 • ર્પાપ્સિકલ સ્ટીક
 • ફેવિકોલ
 • પેન
 • સજાવટી સામાન
 • કાગળના ટુકડા – ૫×૫ ઇંચના

બનાવવાની રીતઃ

 • કાગળના ટુકડાને ટેમ્પલેટની જેમઉપયોગ કરીને ર્પાપ્સિકલ બોક્સનું બેઝ બનાવો.
 • ર્પાપ્સિકલ સ્ટીકને ફક્ત કિનારા પર લગાવતા એક બોક્સ બનાવો જેનો વચ્ચેનો ભાગ ખાલી હોય.
 • જ્યારે તેની ઊંચાઈ તમારી ઈચ્છા મુજબની ઊંચાઈ જેટલી આવી જાય ત્યારે ફક્ત સામસામેની બે ર્પાપ્સિકલ સ્ટીક ચોંટાડી દો. ત્યારબાદ બધા કિનારે ર્પાપ્સિકલ સ્ટીકની એક પરત લગાવો. તેનાથી ઢાંકણ ને સ્લાઇડ કરવાની જગ્યા મળશે.
 • બોક્સ સુકાવા માટે રાખી દો.
 • ઢાંકણ બનાવવા માટે બીજા વર્ગાકાર કાગળને લઈ ટેમ્પલેટની જેમ ઉપયોગ કરતા આઇસ્ક્રીમ સ્ટિક ચોંટાડીને સુકાવા માટે રાખી દો.
 • જ્યારે બોક્સ અને ઢાંકણ બંને સુકાઈ જાય ત્યારે ઢાંકણ ને યોગ્ય આકારમાં કાપો, જેથી તે બોક્સના ગેપમાંથી સ્લાઇડ કરી શકે.
 • હવે તમે બોક્સને તમારી ઈચ્છા મુજબ રંગી શકો છો અને તેને મોતીઓ આ એ રીબીન વગેરેથી શણગારી શકો છો અને તેમાં મનપસંદ વસ્તુઓ રાખી શકો છો.

આ ક્રાફટ આઈડિયા દ્વારા તમે તમારા ઘરમાં પડેલી નકામી વસ્તુઓનો સારો ઉપયોગ કરી શકો છો. આ ક્રાફટ આઈડિયા દ્વારા તમારૂ બાળક ન ફક્ત નવી વસ્તુઓ બનાવતા શીખશે પરંતુ તે તેને રિસાયકલ કરવાના મહત્વને પણ શીખશે. ક્રિએટિવિટી ને પ્રોત્સાહન આપવા માટે તમે તમારા બાળક માટે DIY કીટ પણ ખરીદી શકો છો. આ કીટમાં બાળકોની ઉંમર મુજબ એક્ટીવીટીઝ હોય છે, જે તમારા બાળકને વ્યસ્ત રાખશે. હા તેઓ ડ્રો, કલર અને પેઇન્ટ વગેરે જાતેજ કરશે. જો તે આ પ્રવૃત્તિઓ જાતે કરશે, તો તેમાં આ કલાઓનો વિકાસ પણ થશે અને તેમનમાં આત્મવિશ્વાસ પણ આવશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *