૨૦૨૧ આખું વર્ષ રજાઓથી ભરેલું છે, જુઓ આખા વર્ષનું કેલેન્ડર

Image Source

થોડાજ દિવસોમાં વર્ષ ૨૦૨૦ હવે પૂરું થઈ જશે અને નવા વર્ષની શરૂઆત થશે. વર્ષ ૨૦૨૦ ખૂબ ઉતાર ચઢાવ થી ભરેલું રહ્યું. કોરોના વાયરસની લીધે મોટા ભાગના લોકોએ આ વર્ષ પોતાના ઘરમાં જ રહીને વિતાવ્યું છે અને ૨૦૨૧ તરફ લોકો ખૂબ ઉમ્મીદ ભરી આંખોથી જોઈ રહ્યા છે. લોકો આતુરતાથી નવા વર્ષમાં પડતી રજાઓનો રાહ જોઈ રહ્યા છે. જેથી હરવા ફરવાનું પ્લાન બનાવી શકે. ચાલો એક નજર ૨૦૨૧ ની રજાઓના કેલેન્ડર પર નાખીએ.

Image Source

જાન્યુઆરી, ફેબ્રુઆરી , માર્ચની રજાઓ:

જાન્યુઆરીના મહિનામાં આટલી રજા પડી રહી છે અને તે છે ઉત્તરાયણ ૧૪ અને ગણતંત્ર ની રજા. ૨૦૨૧ માં ૨૬ મી જાન્યુઆરી મંગળવારના દિવસે આવે છે તો તમે સોમવારની રજા લઈને ચાર દિવસની રજાઓનો પ્લાન કરી શકો છો. તેમજ ફેબ્રુઆરીમાં આ વર્ષે કોઈ રજા નથી. માર્ચ મહિનામાં બે રજાઓ આવે છે. ૧૧ માર્ચ ગુરુવારના દિવસે મહાશિવરાત્રી આવે છે જ્યારે ૨૮ માર્ચ રવિવારના દિવસે હોળી આવે છે.

Image Source

એપ્રિલ, મે ,જૂન:

૨૦૨૧ માં એપ્રિલ મહિનામાં રજાઓ જ રજા છે. ૨ એપ્રિલ ગુડ ફ્રાઇડે, ૧૪ એપ્રિલે આંબેડકર જયંતિ અને ૨૧ એપ્રિલે રામનવમી છે. આ બંને રજાઓ બુધવારે આવી રહી છે. મે મહિનામાં ૧૨ મે બુધવારના દિવસે ઈદ- ઉલ – ફીતુર ની રજા છે, તેમજ ૨૬ મે બુધવારના દિવસે બુદ્ધ પૂર્ણિમાની રજા છે. જૂન મહિનામાં કોઈ રજા આવતી નથી.

Image Source

જુલાઈ:

૨૦૨૧ માં જુલાઈ મહિનામાં ફકત એક જ રજા છે. આ મહિનાની ૨૧ જુલાઈ બુધવારના દિવસે બકરી ઈદ નો તહેવાર છે.

Image Source

ઓગસ્ટ, સપ્ટેમ્બર:

લોકોને આ વખતે ૧૫ મી ઓગસ્ટની રજા નહિ મળે. કેમકે આ દિવસે રવિવાર છે અને જેને રવિવારે ચાલુ હશે એને મળી શકે છે. ૧૯ ઓગસ્ટ ના દિવસે મોહરમ છે, તેવામાં શુક્રવારની રજા લઈને તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ૩૦ ઓગસ્ટ સોમવારના દિવસે આવી રહ્યો છે. સપ્ટેમ્બર માં 10 તારીખે ગણેશ ચતુર્થી છે.

Image Source

ઑક્ટોબર મહિનાની રજા:

૨ ઓક્ટોબરે ગાંધી જયંતિ શનિવારના દિવસે છે. ૭ ઓક્ટોબર ગુરુવારના દિવસે અગ્ર સેન જયંતિ છે. ૧૫ ઓક્ટોબર શુક્રવારના દિવસે દશેરાનો તહેવાર છે. આ અઠવાડિયે તમે ત્રણ દિવસની રજાઓની યોજના બનાવી શકો છો. ૧૯ ઓક્ટોબર મંગળવારના દિવસે ઈદ – એ – મિલાદ છે અને ૨૦ ઓક્ટોબર બુધવારના દિવસે મહર શ્રી વાલ્મીકિ જયંતિ છે.Image Source

નવેમ્બર અને ડિસેમ્બર:

૨૦૨૧ માં દિવાળીનો તહેવાર ૪ નવેમ્બર ગુરુવારના દિવસે આવે છે. આ અઠવાડિયે પણ તમે શુક્રવારની રજા લઈને ક્યાંક ૪ દિવસ ની યોજના બનાવી શકો છો. ૨૦૨૧ માં ૨૫ ડિસેમ્બરે નાતાલનો તહેવાર શનિવાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *