એક મરઘી પાછળ પડ્યા 20 વાઘ, પેટ ભરવા માટે થઇ પડાપડી, જુઓ તસ્વીરોમાં.

@VCG via Getty Images

જયારે એકસાથે કોઈ એક પ્રાણી પર એક કરતાં વધુ શિકારીઓ હુમલો કરે છે ત્યારે તેને બચવું મુશ્કેલ બની જાય છે. આવું જ કંઈક ચીનના ટાઇગર પાર્કમાં થયું છે. અહીં 1000 થી વધુ વાઘ રહે છે. આ વાઘ વચ્ચે મરઘીને પકડવા માટે આવી હરીફાઈ થઇ હતી. જે જોવા જેવી હતી. ચાલો જોઈએ કે આ વાઘના ટોળાએ મરઘી સાથે શું કર્યું…. શું મરઘી પકડમાં આવી?

@VCG via Getty Images

ચીનના હાર્બિન સાઇબેરીયન ટાઇગર પાર્કમાં હેંગડાઝિ ફિલાઇન બ્રીડીંગ સેન્ટરમાં કોઈએ વાઘના ટોળાની વચ્ચે એક મરઘી છોડી દીધી હતી.

@VCG via Getty Images

આ મરઘીને પકડવા માટે વાઘ પડાપડી કરવા લાગ્યા હતા. બધા જ વાઘ એકબીજા પર પડવા પણ લાગ્યા પરંતુ મરઘીએ લાંબા સમય સુધી આ વાઘ ને હેરાન કર્યા હતા.

@VCG via Getty Images

જો કે, ઘણી વખત વાઘ એકબીજા સાથે ટકરાયા પણ હતા. શિકારને લઈને એકબીજા સાથે ઝઘડ્યા અને એકબીજા પર પંજા પણ માર્યા, પરંતુ સફળતા તો તેને જ મળે છે, જેની પાસે તાકાત અને અનુભવ હોય છે.

@VCG via Getty Images

આખરે, સૌથી શક્તિશાળી અને અનુભવી વાઘે આ મરઘીને પકડી લીધી અને તે વાઘનો નાસ્તો બની ગઈ. તમને જણાવી દઈએ કે હાર્બિનનું આ ટાઇગર પાર્ક ચીનનું સૌથી મોટું સાઇબેરીયન ટાઇગર પાર્ક છે. તે 250 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે.

@VCG via Getty Images

અહીં 1000 થી વધુ સાઇબેરીયન વાઘ રહે છે. આ સિવાય સિંહો અને બીજા જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે. અહીંયા પ્રવાસીઓ અવારનવાર ફરવા જાય છે. પ્રવાસીઓ આ વાઘને જીવંત પ્રાણી ખવડાવે છે. મોટાભાગના વાઘ ફક્ત પ્રવાસીઓ પાસેથી મરઘી જ ખાય છે.

@VCG via Getty Images

અહીંના વાઘમાં, નર વાઘનું વજન 225 કિલોગ્રામ સુધી હોય છે. આ વાઘનો અંત ના આવે તેના માટે અહીંયા બ્રીડીંગ સેન્ટર ખોલ્યું છે. આ બ્રીડીંગ સેન્ટરની મદદ થી, હવે દર વર્ષે લગભગ 100 વાઘના બચ્ચાંઓનો જન્મ થઇ રહ્યો છે.

@VCG via Getty Images

બ્રીડીંગ સેન્ટર પર એક વાઘને રાખવા અને તેના ભોજનની વ્યવસ્થા કરવા માટે ઉધ્ધાન સંચાલક માટે આશરે 4000 ડોલર એટલે કે 3 લાખ રૂપિયા ખર્ચ થાય છે. તેથી, ટીકીટના પૈસા પણ અહીં આવતા પ્રવાસીઓ પાસેથી વધુ લેવામાં આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment