કોરોના જેવા અદૃશ્ય દુશ્મનને માત આપી ઘરે પરત ફરી ૨ વર્ષની આયેશા, જાણો એક કોરોના પોઝીટીવ દર્દીની હકીકત

જે રીતે મોટી ઉંમરના લોકોમાં કોરોના ના લક્ષણો જલ્દી જોવા મળે છે એમ નાના બાળકો માં પણ કોરોના નો રિસ્ક રહેલો છે. જી હા, જણાવી દઈએ કે બોડેલીની 2  વર્ષની કોરોના પોઝિટિવ બાળકીને 14 દિવસ ની સારવાર બાદ, તેણી સાજી  થતાં  આજે ગોત્રી દવાખાને રજા આપતા ઘરે આવી હતી જ્યારે તેની માતાને પણ કોરોના પોઝિટિવ હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે. 

જણાવી દઈએ કે બોડેલીના 60 વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવતા તેઓના સંક્રમણમાં લીધે તેની 2  વર્ષની પૌત્રી આયેશાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સદનસીબે આ બાળકી ખૂબ આછા લક્ષણો ધરાવતી હતી. અમે એને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સપોરટીવ સારવાર આપી જેને સફળતા મળ્યાનો અમને આનંદ છે.

સારવાર દરમિયાન આયેશાના બે થી ત્રણ વાર ટેસ્ટ કરવામાં આવ્યા જે નેગેટિવ આવતા આજે એને રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસને હરાવનારી બે વર્ષની બાળકીને તેના પિતા તેડીને લઈને આવ્યા ત્યારે બોડેલીનો વિસ્તાર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. લોકો ઉત્સાહપૂર્વક બે વર્ષની બાળકીનું સ્વાગત કરી રહ્યા હતા. લાલ ફ્રોક પહેરીને આવેલી આયશા ખત્રીને લોકોએ પોતપોતાના ઘરની બાલકનીમાં ઊભા રહીને તાળીઓથી વધાવી લીધી હતી.  આ બાળકી હવે તંદુરસ્ત છે. આ અગાઉ એના દાદા પણ અહીંની સારવારથી સાજા થયાં છે. આમ,ગોત્રીની મેડિકલ ટીમે આ પરિવારને ખુશીઓની બેવડી સૌગાદ આપી છે.

બાળકીના પિતા  આહેમદઉલ્લા એ જણાવ્યુ કે મારા પિતા પોઝિટિવ હતા. એટલે આયેશાની પણ તપાસ કરી એને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરી લગભગ તેર દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. હવે એ સાજી થઈ ગઈ છે તેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, એટલે રજા આપી છે. ગોત્રી હોસ્પિટમાં સુવિધા સારી છે, સ્ટાફ સારો છે અને ડોકટર પણ ખૂબ સારા છે.

કોરોના એક અદૃશ્ય દુશ્મન છે એટલે એની સામેનું યુદ્ધ અઘરું છે, પડકારજનક છે. તબીબો અને આરોગ્ય સ્ટાફ આ યુધ્ધમાં સારવારની કુશળતા અને સંવેદના દ્વારા જીવન બચાવવામાં યોગદાન આપી રહ્યા છે. એમની પ્રત્યેક સફળતા વધાવી લેવા અને પ્રોત્સાહન આપવાને યોગ્ય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *