એકદમ સરળ છે આ 2 રીત જેનાથી માથાનો દુખાવો થશે ચુટકીમાં ગાયબ…

સિરદર્દ એટલે કે માથાનો દુઃખાવો ખરેખર માથાનો દુઃખાવો જ છે. ધીમે ધીમે શરૂ થાય અને ૧૦-૧૫ મિનિટમાં તો એકદમ અસહ્ય બની જાય. માથામાં ઢોલ નગારા વાગતાં હોય એવું લાગવા માંડે.

ચિંતા, માનસિક તણાવ, ટેન્શન, શરીરમાં પાણીની કમી, ગરમી વગેરે અનેક કારણોથી માથાના દુખાવાની તકલીફ થાય છે. અને અમુક લોકોને તો સતત માથાના દુઃખાવાની તકલીફ રહે છે, અને નાછૂટકે પેઇનકિલર્સ ખાવી પડે છે. ધીરે ધીરે આ પેઇનકિલર્સની આદત પડી જાય છે. જેનાથી આપણાં ચેતાતંત્રને નુકસાન થાય છે.

તો શું કાંઇ એવો ઇલાજ નથી જેનાથી આ સિરદર્દને પરમેનેંટ નાબૂદ કરી શકાય?

આમ તો આયુર્વેદમાં એવા ઘણાં ઉપચાર વર્ણવેલા છે જેનાથી માથાના દુઃખાવાથી કાયમી છુટકારો મેળવી શકાય.

જેમાંનો એક અક્સીર ઉપાય છે દરરોજ ૧૦ મિનિટ ધ્યાન કરવું. ધ્યાન મન અને ચિત્તને એકદમ શાંતિ આપે છે અને નિયમિત ધ્યાન કરવાથી સિદ્ધાર્થની સમસ્યા, ચિંતા , તણાવ વગેરે ધીરે ધીરે દૂર થઈ જાય છે. આ ઉપાય લાંબા ગાળે માથાના દુખાવાને જડમૂળથી નાબૂદ કરે છે.

પરંતુ આજે આપણે વાત કરીશું એવા ૨ અસરકારક ઉપાયોની જેનાથી માથાનો દુઃખાવો ચુટકી માં ગાયબ થઈ જશે. તો ચાલો જાણીએ માથાના દુખાવાના ૨ સરળ અને રામબાણ ઈલાજ.

આઈસપેક:

ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમીનો કહેર…બાપ રે! આવી કાળઝાળ ગરમીમાં જે લોકો તડકામાં કામ કરે છે અથવા મુસાફરી કરે છે, તેમને માથાના દુઃખાવાની સમસ્યા તો રહે જ છે.

ગરમીના કારણે સિરદર્દ થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે, એક કપડામાં બરફના ૮-૧૦ ટુકડા બાંધી, આઈસપેક બનાવવું. આ આઈસપેક ૧૦-૧૫ મિનિટ માથા પર મુકી, આરામ કરવાથી થોડી વારમાં જ માથાના દુઃખાવાથી રાહત મળે છે.

લીંબુનો રસ:

લીંબુ કોઈ પણ ખોરાકમાં એક ખાટો ચટકારો લાવવા માટે વપરાય છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પણ આ નાનકડું એવું લીંબુ અત્યંત ગુણકારી અને આરોગ્ય વર્ધક છે. લીંબુ માથાના દુઃખાવાના તાત્કાલિક ઈલાજ માટે પણ ઉપયોગી છે.

સખત માથાનો દુઃખાવો થતો હોય ત્યારે ગરમ પાણીમાં લીંબુનો રસ ઘોળીને પીવાથી તાત્કાલિક આરામ મળે છે. કાળી ચા માં લીંબુનો રસ મિલાવીને પીવાથી પણ માથાનો દુઃખાવો ઓછો થાય છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment