નારિયેળ તેલના ૧૭ સરળ અને અમેઝિંગ બ્યુટી ફાયદા

  • સુંદર દેખાવ માટે આપણે ન જાણે કેટલાયે ઉપાયો કરતા હોઈએ છીએ જ્યારે રહસ્ય આપણા ઘર અને રસોડામાં જ રહેલા હોય છે. અહી અમે તમને નારિયેળ તેલના સુંદરતાના ફાયદા જણાવી રહ્યા છીએ જે ખૂબ સરળ પણ છે અને મદદરૂપ પણ.
  • ખરેખર નારિયેળ તેલમાં ફૈટી એસિડ હોય છે અને તેમાં એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તે કારણ છે કે તે આટલું મદદરૂપ છે.
  • આ એક ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો નારિયેળના તેલથી માલિશ કરો. રાત્રે ઘુટણ અને કોણી પર માલિશ કરો, તેનાથી ત્યાંની નિર્જીવ ત્વચા મુલાયમ થશે અને સુકાપંણુ પણ ઓછું થશે.
  • જો તમે અંડર આઇ ક્રીમ અલગથી ખરીદવા ના ઇચ્છતા હોય તો નારિયેળ તેલથી હળવા હાથથી માલિશ કરો. તેનાથી આંખોની આજુબાજુના સોજા અને ફાઈન લાઈન ઓછી થશે.
  • વાળોમા ખોડા ની સમસ્યા છે તો હુફાળા નારિયેળ તેલમાં લીંબુનો રસ ઉમેરીને ખોપરીની ઉપરની ચામડી પર માલિશ કરો. એક કલાક પછી શેમ્પૂ કરી લો.

 

  • હોઠ ફાટેલા હોય તો લીપ બામની જેમ કામ કરે છે. શ્રેષ્ઠ મેકઅપ રીમુવર છે.
  • લીવ ઈન કંડીશનરની જેમ પણ કામ કરે છે. સૂકા વાળો માટે ખૂબ સારો ઉપાય છે. શેમ્પૂ પછી થોડું નારિયેળ તેલ લઈને વાળ પર થોડું લગાવો જેનાથી મોઈશ્ચરાઈઝર લોક થઈ જશે.


  • જો નખ સૂકા અને તૂટે છે તો રોજ રાત્રે નારિયેળના તેલથી નખના પાયાનું માલિશ કરો અને નખ પર પણ ક્યુટિકલ ક્રીમની જેમ લગાવો.
  • જો તમે ફાટેલી એડીથી પરેશાન છો તો રાત્રે ઘણુબધુ નારિયેળ તેલ લગાવીને મોઝા પહેરીને સુઈ જાઓ.
  • બોડી સ્ક્રબની જેમ પણ તેનો ઉપયોગ કરી શકાય છે. એક કે બે ચમચી નારિયેળ તેલમાં બ્રાઉન કોફી અથવા પછી ખાંડ અથવા મીઠું ઉમેરીને સ્ક્રબ તૈયાર કરો, તે ઉત્તમ સ્ક્રબ રહેશે.

 

  • ફેસ માસ્ક પણ બનાવી શકાય છે, બસ નારિયેળ તેલમાં મધ ઉમેરી લો. ચહેરા અને ગળા પર ૧૫-૨૦ મિનીટ લગાવીને રાખો અને હુફાળા પાણીથી ધોઈ લો.
  • ચહેરો સાફ કરવા અને મુલાયમ ત્વચા કે તંદુરસ્ત ચમક માટે નારિયેળ તેલથી ચહેરાની માલિશ કરો. ત્યારબાદ ફેસ વોશથી ધોઈ લો.



  • આંખનો મેકઅપ અને ખાસકરીને વોટર પ્રૂફ આંખના મેકઅપ રિમુવર તરીકે ખૂબ સારું કામ કરે છે.
  • આઈ મેકઅપ અને વોટરપ્રૂફ આઇ મેકઅપ રીમુવરની જેમ ખૂબ સારું કામ કરે છે.
  • ચિક્સ હાઈલાઇટર ની જેમ પણ ઓર્ગેનિક નારીયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. મેકઅપ પર હળવા તેલથી ડેબ કરો. તમારો ચહેરો ચમકવા લાગશે.
  • આંખની દ્રષ્ટિ નબળી છે તો નારિયેળ તેલથી માલિશ કરો. સૂર્યના તડકાથી બળતરા થવા પર નારિયેળનું તેલ લગાવો. તેના એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચાને શાંત કરે છે.
  • દાગ ધબ્બા ઓછા કરવામાં પણ તે ઘણું મદદરૂપ છે. ખીલના દાગ અને ત્યાં સુધી કે ખીલ પર પણ લગાવી શકાય છે.
  • નબળા અને ખરતા વાળો માટે નારિયેળ તેલનો ઉપયોગ ઘણું મદદરૂપ છે. તેનાથી વાળને નિયમિત રૂપે માલિશ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment