વજન વધારવા માટે આ 11 વસ્તુઓ ખાવાથી તેની અસર દેખાશે.

Image source

જેવી રીતે મોટાપણુ અને વધેલો વજન મોટી સમસ્યાઓ છે તેવી જ રીતે ઘણા લોકો ને ઓછા વજન ની સમસ્યા નો સામનો કરવો પડે છે. ઓછા વાહન ને લીધે લોકો તો તેની મજાક ઉડાવે જ છે, આ ઉપરાંત તેઓ કુપોષણ ના દર્દી પણ લાગે છે.

પરંતુ ગભરાશો નહી કેટલાક ઘરેલુ ઉપાયો દ્વારા થોડા જ મહિનાઓ માં તમે વજન વધારી શકશો એટલેકે તમારું વજન વધી જશે.

વજન વધારવા ના ઘરેલુ ઉપાયો.

બટાકા.

Image source

બટાકા ને તમારા નિયમિત ભોજન માં સમાવેશ કરો. બટાકા માં કાર્બોહાઈડ્રેટ અને કોમ્પલેક્ષ સુગર હોય છે જે વજન વધારવા માં મદદ કરે છે. તેના માટે તમે બટાકા કોઈ પણ પ્રકારે ખાઈ શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે તે વધારે તળેલું સાંતળેલું ન હોય.

ઘી.

Image source

ઘી ખાવા થી પણ તમારું વજન વધશે, કેમ કે તેમાં સેટર્ડ ચરબી અને કેલરી ઘણી વધુ માત્રા મા હોય છે. ઘી તમે ભોજન માં નાખીને પણ ખાઈ શકો છો, કે પછી ખાંડ સાથે ભેળવીને પણ ખાઈ શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે ઘી ની માત્રા માપમાં હોય.

કીસમીસ.

Image source

દરરોજ દિવસ દરમિયાન એક મુઠ્ઠી કીસમીસ ખાઓ. આમ કરવાથી તમારું વજન ઝડપ થી વધશે. આ ઉપરાંત કીસમીસ અને અંજીર ને સરખા ભાગો માં વેહંચી ને રાતભર પલાળેલા ખાસો તો તેનાથી પણ વજન વધશે.

ઇંડા.

Image source

ઈંડા માં ચરબી અને કેલરી ઘણી માત્રા મા હોય છે અને તેનું દરરોજ સેવન કરવાથી વજન વધે છે, પરંતુ ધ્યાન રાખવું કે કાચા ઈંડા ભૂલથી પણ ન ખાવા, તેનાથી સ્વાસ્થ્ય ને લગતી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

કેળા.

Image source

વજન વધારવા માટે સૌથી સારો ઉપાય કેળા ખાવાનો છે. દરરોજ કેળા ખાસો તો વજન જરૂર વધશે. કેળા માં ભરપુર માત્રામાં કેલેરી હોય છે જે શરીર ને ફક્ત ઊર્જા જ નથી આપતી પરંતુ વજન વધારવામાં પણ મદદ કરે છે. કેળા તમે દૂધ સાથે પણ ખાઈ શકો છો, આ ઉપરાંત કેળા નો શેક બનાવી ને તમે પી શકો છો.

બદામ.

Image source

બદામ પણ ઘણી હદ સુધી વજન વધારવામાં અસરકારક છે. તેના માટે ૩ થી ૪ બદામ આખી રાત પલાળી ને રાખી દો અને બીજે દિવસે પીસી ને દૂધ મા ભેળવીને રાખી દો. એક મહિના સુધી નિયમિત આવું કરવાથી તેની અસર દેખાશે.

મગફળી.

Image source

પિનટ બટર એટલે કે મગફળી ના માખણ થી પણ વજન વધારી શકાય છે. તમે તેને કોઈ પણ રીતે ખાઈ શકો છો, તમે તેને બ્રેડ પર લગાવીને કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. મગફળી માખણ માં હાઇ કેલેરી તો હોય જ છે સાથે સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ પણ ભરપુર માત્રામાં હોય છે.

પૂરતી ઊંઘ.

Image source

ઊંઘ ને લોકો વજન વધારવા સાથે જોડી ને નથી જોતા અને જો તેવું કહેવા માં પણ આવે તો તેઓ આને મજાક જ સમજશે, પરંતુ આ સત્ય છે. જ્યારે લોકો પૂરતી ઊંઘ લેશે એટલે કે ઓછામાં ઓછા ૮ કલાક સુવે તો તેના શરીર ને આરામ મળશે અને જ્યારે આરામ મળશે ત્યારે તે જે કંઈ પણ ખાશે તે તેના શરીર પર અસર જરૂર બતાવશે.

  • દૂધ સાથે દાણા એટલે કે મગફળી કે સૂકા મેવા ખાવાથી પણ વજન વધશે, પરંતુ યાદ રહે કે આ બધું સીમિત માત્રામાં થાય. એવું ન બને કે વજન વધારવાના ચક્કર માં તમે બીજા ઘણા રોગોના શિકાર બનો.

કઠોળ.

Image source

કઠોળ અને દાણા ઉપરાંત રાજમાં અને દાણા ખાવાથી પણ વજન વધશે. લાયમાં કઠોળ અને સોયાબીન એમાં વધુ અસરકારક છે એટલે જરૂરી છે કે તમે તેને કોઈ ને કોઈ રૂપે જરૂર ખાવ. દાણા એટલે કે કઠોળ માં કાર્બોહાઈડ્રેટ અને કેલેરી ઉપરાંત ફાઈબર ની માત્રા પણ ઘણી હોય છે અને આ બધા તત્વો વજન વધારવા માં મદદ કરે છે.

 

દાડમ.

Image source

નિયમિત દાડમ નું જ્યુસ પીવાથી વજન ઝડપ થી વધે છે.

ચણા અને ખજૂર.

Image source

પાતળા લોકો ખજૂર સાથે ચણા ખાઈ તો તે ઝડપ થી વજન વધારી શકે છે.

અખરોટ અને મધ.

Image source

કિશમિશ માં દૂધ મિકસ કરીને ખાવાથી પણ વજન વધે છે. આ સિવાય જો અખરોટમાં મધ ઉમેરીને ખાવામાં આવે તો પાતળા લોકો ઝડપથી જાડા થઈ જાય છે.

જાડા થવા માટે આ વસ્તુઓ ન કરો.

  • ઘણા લોકો વજન વધારવાના ચક્કર મા વધારે પડતું જંક ફૂડ ખાય છે જે યોગ્ય નથી. જંક ફૂડ બિલકુલ ન ખાઓ. આ સિવાય એવી કોઈ પણ વસ્તુ ના ખાવ જે પચે નહી.
  • આ સિવાય ઘણા લોકો મોટાપો વધારવા માટે અથવા વજન વધારવા માટે દવાઓ અને પ્રોટીન સપ્લીમેન્ટ પણ લે છે, પરંતુ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ જોખમી છે. દવાઓ થી તમે વજન માં વધારો કરી લેશો, પરંતુ ત્યારબાદ ભવિષ્ય માં જે સમસ્યાઓ થશે, જે આડઅસર થશે તેના પરિણામો સારા નહી આવે.

ધ્યાન રાખો.

વજન વધારવું કઈ સરળ કામ નથી અને ન તો તેની કોઈ ચોકકસ પધ્ધતિ છે. ઘણા લોકો માં મોટાપો કે ઓછું વજન જન્મજાત હોય છે, એટલા માટે જો આ રીત થી પણ વજન વધે નહી તો જબરદસ્તી ન કરો અને ડોક્ટર નો સંપર્ક કરો. આટલું જરૂરી છે કે ઉપર બતાવેલા ઉપાયો નું નિયમિત અનુસરણ કરવામાં આવે તો ચોકકસ પણે ફાયદો થશે. અને તમને કોઈ તકલીફ હોય પહલે થી જ તો ડોક્ટર ની સલાહ આવશ્યક છે… 

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment