આસામ માં 100 વર્ષ ના દાદી એ આપી કોરોના ને માત, હાઇ બ્લડ પ્રેશર સાથે આપી હતી માત..

આસામ માં 100 વર્ષ ના એક દાદી જેમનું નામ માઈ હિંદીકી છે તેમણે કોરોના ને માત આપી ને પાછા આવ્યા છે. તેઓ 10 દિવસ સુધી કોરોના સામે લડ્યા અને પછી પોતાના ઘરે પાછા ફર્યા છે. તેમને કોરોના થતાં જ ગુવાહાટી ના મહેન્દ્ર મોહન ચોધારી હોસ્પિટલ માં દાખલ કર્યાં હતા.

રિપોર્ટ નેગેટિવ આવતા જ તેમણે આ ખુશી ગીત ગાઈ ને મનાવી. હોસ્પિટલ થી ડિસ્ચાર્જ થતાં જ તેમણે અસમી ભાષા માં ગીત ગાયું.

ડોક્ટર એ કહયું કે આ તેમના હિંમત ની જીત છે.

Image Source

હિંદીકી નું ઈલાજ કરવા વાળા ડોક્ટર કહે છે કે આ તેમના હિંમત ની જીત છે. તેમણે જે રીતે કોરોના ને માત આપી છે  એ ખરેખર તારીફ ને લાયક જ છે. તેમના પોજિટિવ વિચાર થી જ આ શક્ય બન્યું છે.

ડોક્ટર અને નર્સ નો ધન્યવાદ કર્યો.

હિંદીકી નો રિપોર્ટ નેગેટિવે આવતા જ ડોક્ટર અને નર્સ એ તેમના માટે એક પાર્ટી રાખી. આ પાર્ટી માં હિંદીકી સામેલ થયા અને આસામી માં એક ગીત પણ ગાયું. ઈલાજ દરમિયાન તેમને કોઈ પણ જાત ની તકલીફ ન થઈ. અહિયાં ખાવા માં શાક રોટલી ની સાથે માછલી, ઈંડા, અને કેળું પણ મળતું હતું.

પહેલા થી જ બ્લડ પ્રેશર ની દર્દી હતી.

હોસ્પિટલ માં હિંદીકી દાખલ થયા તો ડોક્ટર ને ચિંતા થઈ કારણકે તે હાઇ બ્લડ પ્રેશર ના દર્દી છે. તેમને આશા ન હતી કે તે માત્ર 10 દિવસ માં જ કોરોના ને માત આપી દેશે. આસામ ના સ્વાસ્થ્ય મંત્રી હિંમત બિસ્વા શર્મા એ તેમના આ હિંમત ની તારીફ કરી.

હિંદીકી એ ડોક્ટર અને નર્સ નો ધન્યવાદ કરતાં કહ્યું કે તેમણે મારુ ધ્યાન રાખ્યું. સોશિયલ મીડિયા પર માઈ ની તારીફ કરવામાં આવી. સોશિયલ મીડિયા યુઝર એ લખ્યું કે ઉમ્મીદ ની કિરણ, માઈ એ 100 વર્ષ ની ઉમર કોરોના ને માત આપી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment