જીવનમાં આ ૧૦ નિર્ણયો જે પોતાની ઈચ્છાથી લેવા જોઈએ

જીવનમાં કેટલાક નિર્ણય એવા હોય છે જે આપણે જાતે લેવા જોઈએ, કેમકે ઘણીવાર આપણા જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે આપણે આપણા માટે નિર્ણય લઈ શકતા નથી અને બીજાની વાતોમાં આવીને નિર્ણય લઈએ છીએ. તેનું પરિણામ એ આવે છે કે આપણે તે નિર્ણય માટે જીવનભર પછતાઈએ છીએ. તેથી આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ જેનો નિર્ણય તમારે જાતે લેવો જોઈએ, તો ચાલો જાણીએ કે તે કઈ કઈ બાબતો છે જેનો નિર્ણય આપણે  જાતે લેવો જોઈએ, જીવનમાં કયા કયા કામોને પોતાની રીતે કરવા જોઈએ ?

મહત્વના નિર્ણય માટે વડીલો પર નિર્ભર રેહવું યોગ્ય છે પરંતુ દરેક કામમાં નહીં. જીવનમાં કેટલાક કામ એવા પણ હોય છે જેમાં આપણે આપણા માતા પિતા, સબંધીઓ અને મિત્રોની સલાહ વગર જાતે નિર્ણય લેવાના હોય છે.

આ જીવન સાથે  જોડાયેલા નિર્ણય વિશે શ્રેષ્ઠ શું તે છોકરા કે છોકરીને જાણ હોતી નથી અને તે બીજાની વાતોમાં આવીને બીજાની ઈચ્છા મુજબ નિર્ણય લઈ લે છે અને પછી જીવનભર તેને તેનો પછતાવો થાય છે.

જીવનમાં કેટલાક એવા નિર્ણયો હોય છે, જે આપણે જાતે લેવા જોઈએ અને કેમ, તે દરેક વિશે અમે તમને આ પોસ્ટ મા વિસ્તારથી જણાવીશું.

જીવનમાં મહત્ત્વના કામ તમારે તમારી મરજીથી કરવા જોઈએ -:

આ કામો બીજાની મરજીથી અથવા બીજા ની અનુમતિ લઇને કરો છો તો તમારે જીવનભર પછતાવું પડે છે. પરંતુ દર વખતે એમ થતું નથી અને જો તેમ થાય છે તો તમે જીવનભર કેમ વિચારો છો કે મે આવું કેમ કર્યું?

આ મહત્વના કામોમાં તમારે જાતે નિર્ણય લેવાની જરૂર હોય છે.

૧. કરિયર -:

career

Image Source

એક વિદ્યાર્થીની સામે સૌથી મોટો સવાલ એ હોય છે કે તે પોતાનું કરિયર કેમ બનાવવું? તેના માટે તે આપણા અભિભાવક, મિત્ર, સંબંધીઓ અને ખબર નહીં કેટલાય લોકોની મદદ લે છે.

માની લો તમારે એન્જિનિયરિંગ કરવી છે અને તેના વિશે બધા લોકોને સવાલ પૂછો છો તો લોકો તમને તે જણાવશે જે તેમણે અનુભવ કર્યો હશે.

બની શકે છે કે તેનો અનુભવ તમને ડરાવી દે અને તમને પાછા ફરવા પર મજબૂર કરી દે. તેથી શ્રેષ્ઠ તે છે કે તમારે શું કરવું છે અને શું નહીં તે જાતે વિચારો, બીજા પર નિર્ભર રેહવુ નહીં.

૨. દિલનું સાંભળવું -:

Listen-your-Heart

Image Source

આપણું દિલ અથવા આપણી આત્મા હંમેશા આપણને સાચો રસ્તો બતાવે  છે પરંતુ આપણે દિલની વાત સાંભળતા નથી. જ્યારે આપણે બીજાની વાતો સાંભળીને આપણા મગજથી નિર્ણય લેવો જોઈએ અને જો તમારું મગજ પણ કામ ન કરે તો દિલની વાત સાંભળવી જોઈએ.

આપણને આપણા જીવનથી વધુ બીજા લોકોની ચિંતા વધારે થાય છે. આપણે હંમેશા વિચારતા રહીએ છીએ કે “લોકો શું કહેશે” બસ તે વિચારોમાં ખોવાઈ જઈએ છીએ અને પોતાનો રસ્તો ભટકી જઈએ છીએ.

૩. એનર્જીનો સાચો ઉપયોગ -:

Use-your-Power

Image Source

હંમેશા એવું થાય છે કે આપણે જ્યારે પણ કોઈ કામ ચાલુ કરીએ છીએ તો તેને અધૂરા મનથી કરીએ છીએ અને પછી લોકો તમારા વિશે ખોટું બોલે છે અને આપણે તેની વાતો પર વિશ્વાસ કરી લઈએ છીએ.

જેમકે ” તમારાથી આ ના થાય ” અને પછી તે વિચારીને આપણે આપણી એનર્જીનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. પરિણામે આપણે નિષ્ફળ થઈ જઈએ છીએ.

જો તમે કોઈ એવું કામ કરી રહ્યા છો જેમાં તમને ખુશી મળી રહી નથી અને તમને લાગી રહ્યું છે કે તેમાં તમારો સમય અને એનર્જી બગડી રહી છે તો તેને તાત્કાલિક છોડી દેવુ જોઈએ, તે કરો જે તમને પસંદ હોય.

જો તમે તમારૂ મનપસંદ કામ કરશો તો તમે તેમાં તમારી સંપૂર્ણ એનર્જીનો ઉપયોગ કરી શકશો અને જો તમે તમારી સંપૂર્ણ એનર્જી નો ઉપયોગ કરશો તો સીધો મતલબ છે કે તમને સફળતા જરૂર મળશે.

૪. આત્મનિર્ભર બનો -:

Be-self-sufficient

Image Source

જો તમે સ્વતંત્ર જીવન જીવવા ઈચ્છો છો અને સ્વતંત્રતાનો અનુભવ કરવા ઈચ્છો છો તો તમારે આત્મનિર્ભર થવું જરૂરી છે. જો તમે કોઈ બીજા પર નિર્ભર રહેશો તો તે તમારા જીવનમાં ન ઈચ્છવા  છતાં પણ સામેલ થઈ જશે.

તેનાથી થશે એ કે તે તમારા નિર્ણયમાં પણ પોતાનો અભિપ્રાય આપશો અને તેના બદલે ખોટો નિર્ણય કરી બેસશો. તેથી સાચો રસ્તો પસંદ કરી અને આત્મનિર્ભર બનો.

૫. ખુશ રહો -:

Be-Happy

Image Source

દુનિયાનું સૌથી મોટું સત્ય કે તમે બધાને ખૂશ કરી શકતા નથી. જો તમે બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમે કોઈના ખોટામાં તેનો સાથ આપી રહ્યા છો.

બીજા માટે બોલશો નહિ. જ્યારે તમે સફળ થશો તો દુનિયા તમને અનુસરશે. તેથી પોતાને ખુશ રાખો અને બીજાના વિશે જરૂરિયાત કરતાં વધારે વિચારશો નહિ.

૬. સમય બગાડો નહિ -:

Dont-waste-time

Image Source

બીજાની મંજૂરી લેવામાં સમય અને સપના બંનેનો વ્યય થાય છે. જ્યારે તમે કોઈ સાથે તમારી વાત શેર કરશો ત્યારે તે સાંભળશે પછી તેના પર વિચારશે અને ત્યારબાદ જવાબ આપશે.

તેથી બીજાને કહેવાથી તમારો સમય બગાડો નહિ અને કોઈને સમજાવવા માટે તમારો સમય વેડફવો નહિ. જ્યાં સુધી તમે સફળતા પ્રાપ્ત કરી લેતા નથી ત્યાં સુધી તમારા માટે આરામ હરામ હોવો જોઇએ. .

૭. તમારી ખુશીઓ તમારી છે -:

happiness

Image Source

જે કામ કરવામાં તમને આનંદ મળે છે, તેમાં બીજાને પણ આનંદ મળે તે જરૂરી નથી. તમને જે પસંદ છે તે બીજાને પણ પસંદ હોય તેવું જરૂરી નથી. અહી દરેક લોકોના વિચાર અલગ હોય છે.

તેથી પોતાના માટે જાતેજ યોજના બનાવો અને  તેના પર અમલ કરો. બની શકે કે થોડી સમસ્યાઓ  આવે, પરંતુ લક્ષ્ય તમારું હશે અને ત્યાં સુધી પહોંચવાની મેહનત પણ તમારી હશે. તમારા માટે તે ખુશીથી મોટી કોઈ ખુશી નહિ હોય.

૮. તમારી જાતને ઓળખો -:

Identify-yourself

Image Source

કોઈને પણ તમારી વ્યાખ્યા આપવાની તક આપશો નહિ. કોઈની સાથે સંબંધ બનાવતા પેહલા પોતાની સાથે એક સંબંધ બનાવો અને પોતાને જ પ્રેમ કરો. પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરો.

એવું  ત્યારે બનશે જ્યારે તમે પોતાને થોડા સમય માટે બીજાથી અલગ કરી તમારા હદય અને મગજને સાંભળવાનો પ્રયત્ન કરશો. તમે દુનિયામાં સૌથી ખાસ છો તે વાત તમે સમજી શકશો નહિ.

લોકો ખબર નહિ તમને શું શું કેહશે, પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે જે લોકો તમારા વિશે બોલે છે  તે તમે નથી. તમે તે છો જે ક્યારેય હિમ્મત હારતા નથી.

૯. પોતાના જીવનને જાતે નિયંત્રિત કરો -:

Control-your-life-yourself

Image Source

હંમેશા આપણે બીજાની ઈચ્છા મુજબ જીવન જીવીએ છીએ અને આપણા જીવનનું નિયંત્રણ  બીજાના હાથમાં હોય છે. આપણે તેજ કરીએ છીએ જે બીજા લોકો આપણી પાસેથી કરાવવા ઈચ્છે છે. તેવું થવું જોઈએ નહિ.

પોતાના જીવનનું નિયંત્રણ પોતાના હાથમાં રાખો. જ્યારે આપણે બીજા પર વધારે નિર્ભર થવા લાગીએ છીએ ત્યારે તે આપણને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તમને આ નહિ કરો,તે નહિ કરો, જેવા સવાલોથી ઘેરી લેવામાં આવે છે.

તેથી જેટલું બની શકે તેટલું અન્ય લોકો સાથે અર્થ રાખો. તેને તમારા જીવનમાં એટલું પણ મહત્વ ન આપો કે તમે તેના માટે કંઈપણ કરવા માટે મજબૂર થઈ જાવ.

૧૦. છેલ્લો નિર્ણય તમારો હોવો જોઈએ -:

Last-decision-is-yours

Image Source

હંમેશા તેવું બને છે કે આપણે ઘણીબધી શરૂઆત કરવા વિશે વિચારીએ છીએ પછી તેના વિશે બીજા લોકોની સલાહ લઈએ છીએ અને પછી તેની નકારાત્મક વાતો સાંભળીને આપનો ઈરાદો બદલી લઈએ છીએ.

તમારે ક્યારેય પણ તેમ કરવું નહિ. હા તમે બીજા પાસેથી સલાહ લો, તે ખોટું નથી. પરંતુ છેલ્લો નિર્ણય તમારો હોવો જોઈએ, જે તમારે તમારા હદય અને મગજથી લેવાનો છે.

નિષ્કર્ષ -:

આ લેખમાં જણાવવામાં આવેલ આ ૧૦ વાતોમાં તમારે હંમેશા જાતે નિર્ણય લેવાનો રેહશે નહિતર તમને એક દિવસ પછતાવો થઈ શકે છે. ઉદાહરણ માટે એક વિદ્યાર્થી બીજાની સલાહ પર ખોટો વિષય પસંદ કરી લે છે.

તે તેવો વિષય પસંદ કરે છે જેમાં તેને થોડી પણ રુચિ હોતી નથી. તેને બીજા પાસેથી સલાહ મળી હતી કે સારી રીતે વાંચવાથી બધુ જ સમજાય જાય છે.

પરંતુ જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે તે આ વાત સમજે છે.  ત્યારબાદ તેને અન્યની સલાહથી લીધેલા ખોટા નિર્ણય બદલ પછતાવો થાય છે અને તે વિચારે છે કે કદાચ તે સમયે મે મારા હૃદયની વાત સાંભળી હોત.

તેથી, તમારે હંમેશાં જીવનમાં તમારી પ્રગતિને લગતા નિર્ણયો લેવા જોઈએ.  અમારો મતલબ એવો નથી કે તમે નિર્ણયો લેવાનું બંધ કરો. હવે બરાબર આ કરો, પરંતુ નિર્ણય તમારો હોવો જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *