ગર્લફ્રેન્ડને પીરીયડ દરમિયાન આ ૧૦ પ્રકારના સ્વીટ મેસેજ મોકલીને જુઓ…

ફીમેલ પાર્ટનર રોમેન્ટિક મૂડમાં હોય, મેજિકલ મૂડ બનાવવામાં માસ્ટર હોય, હંમેશા ખુશ રહે એવું વ્યક્તિત્વ હોય પણ તેના મંથલી પીરીયડના દિવસો આવે ત્યારે સ્વભાવમાં ફેરફાર તમે નોંધ્યો હશે? આ પરીસ્થિતિ મોટાભાગના પુરૂષોએ અનુભવી હશે. લેડીસને પીરીયોડીક ડે માં ચીડિયાપણું, પેટમાં દર્દ થવું, કમજોરી આવી સમસ્યામાંથી પસાર થવું પડતું હોય છે.

પીરીયડના દિવસો દરમિયાન સ્વભાવમાં ઘણો ફેરફાર જોવા મળે છે. કોઈ કામ પ્રત્યેની ઈચ્છાન થવી અને શરીરમાં તાજગી મહેસૂસ થતી નથી. એમ, લેડીસના આ સમયમાં તેને એક્ષ્ટ્રા કેરની જરૂર પડે છે. આ સમયમાં જો ‘મેલ પાર્ટનર’ તેનું ધ્યાન રાખે તો બંને વચ્ચેના રીલેશનને સ્ટ્રોંગ બનાવી શકાય છે. સાથે આ સમયમાં ફીમેલ પાર્ટનરને આપેલા સમય રીલેશનનું ટોનિક બનાવી શકાય છે.

મહિલાઓના આ મંથલી દર્દને મેલ પાર્ટનરની લાગણીની મદદથી ઓછું કરી શકાય છે. બસ, આ સમયમાં ફીમેલ પાર્ટનરને શક્ય તેટલો સપોર્ટ કરો અને તેની સંભાળ રાખો. એટલા માટે પીરીયડ દરમિયાન તેને સ્પેશીયલ ફિલ કરાવવા માટે અમુક પ્રકારના મેસેજ મોકલી ‘લવ બોન્ડ’ને મજબૂત બનાવી શકાય છે.

૧. સવારમાં મેસેજ કરો…

“હું તારા વિશે જ વિચારતો હતો. તબિયત સારી છે ને? કાંઈ કામ હોય તો મને જણાવજે…”

પ્રેમભર્યા આટલા શબ્દો ફીમેલ પાર્ટનરના આખા દિવસને સારો બનાવી દેશે.

૨. બપોરના સમયમાં તેના જમવા વિશે પૂછો…

બપોરે જમવાના સમયે તેને મેસેજ કરીને જમવા વિશેની ચર્ચા કરો. 

“બરાબર જમ્યું કે નહીં?” અથવા તેના કોઈ સ્વીટ નેમથી તેને પ્રેમભર્યા શબ્દોથી આ વાતને પૂછી શકાય છે.

૩. અચાનક ખુશ કરવા આ મેસેજ મોકલો…

“હું તને કિસ કરવા ઈચ્છું છું. એ પણ એક અહીં બે…”

અચાનક મોકલેલા આ મેસેજથી તેના ચહેરા પર ખુશી છવાઈ જશે. આ મેસેજથી ફીમેલ પાર્ટનરને ભરોષો આવશે કે તમે ગમે તે પરીસ્થિતિમાં તેને પ્રેમ કરી શકો છો.

૪. તેની ઈચ્છા વિશે પૂછો…

“શું શોપિંગ કરવા જવું છે? તારે કાંઈ ખરીદી કરવી છે?”

આ વાક્ય તેના જીવમાં ઉત્સાહ ભરો દેશે. જો પાર્ટનર શોપિંગ કરવા માટે જવા ઈચ્છે છે અને બંને સાથે જાવ છો ત્યારે તેની ફેવરીટ કોઈ વસ્તુની ખરીદી કરો.

૫. સ્વીટુ, આઈસ્ક્રીમ ખાવા જઈએ ચાલ..

“બેબી, આજ કયો આઈસ્ક્રીમ ટ્રાય કરીશું?”

આ મેસેજ મોકલીને તેને આઈસ્ક્રીમ ખાવા માટેની ઈચ્છા બનાવો. આઈસ્ક્રીમ ખાવા માટે બહાર નીકળશો એટલે થોડો માઈન્ડ ફ્રેશ થશે અને તે સારું ફિલ કરશે.

૬. આજે ડીનર માટે બહાર જઈશું…

અચાનક બપોરના સમયમાં મેસેજથી પાર્ટનરને જણાવી દો કે રાતે ડીનર માટે બહાર જઈશું. સારી રીતે તૈયાર થઇ જજે અને તારી ફેવરીટ જગ્યાએ જવું છે. આ સાંભળીને તમારા ફીમેલ પાર્ટનરને સારું લાગશે અને કમજોરીના સમયમાં જમવાનું બનાવવામાંથી છુટકારો પણ મળશે.

૭. અવશ્ય આ વાત પૂછો…

દિવસમાં બે વખત આ વાતને પૂછો કે તેને મેડીસીન્સ કે પેડની જરૂર છે કે કેમ?

ઓફીસમાં કે ઘરે જો તેને દવા કે પેડની જરૂર હોય તો તેને મદદ કરો. તેનું ધ્યાન રાખો જે તમારા રિલેશનશીપને સ્ટ્રોંગ બનાવશે.

૮. તું સૌથી સુંદર છોકરી છો…

“હું જેટલી પણ છોકરીઓને ઓળખું છું એમાંથી સૌથી સારી અને સુંદર છોકરી તું છો”

આ મેસેજ છોકરીને તેના સારાપણાનો અનુભવ કરાવશે. સાથે ગમે તે પરીસ્થિતિમાં પ્રેમ જીવિત છે એ સાબિત થાય છે અને બધી જ પરીસ્થિતિમાં તમને પાર્ટનર પસંદ છે એવું દર્શાવી શકાય છે.

૯. ઘરકામમાં મદદ કરો…

આ મુદો પતિ-પત્ની માટેનો છે. પત્નીના પીરીયડના દિવસો દરમિયાન ઘરનું કામ પતિદેવ કરે તો એમાં કાંઈ ખોટું નથી. સાથે થોડો પત્નીને આરામ કરવાનો સમય પણ આપવો જોઈએ. ત્યારે બહારથી મેસેજ કરી શકાય છે કે, 

“આજ ઘરે આવીને હું તને હેલ્પ કરીશ..”

૧૦. આઈ લવ યુ…

આ શબ્દોથી દિલમાં પ્રેમને હંમેશા જીવીત રાખી શકાય છે. યોગ્ય સમયે આ શબ્દ જયારે કહેવામાં આવે ત્યારે સંબંધોમાં મીઠાશ વધી જાય છે અને સાથે એકબીજા પ્રત્યેના પ્રેમને જતાવી શકાય છે. ચહેરા પર ગ્લો આપતા આ શબ્દો છે, મેસેજ કરીને પાર્ટનરને જણાવો કે, “પીરીયડમાં પણ તમે તેને બહુ પસંદ કરો છો..”

અવનવી માહિતી જાણવા માટે ફક્ત ગુજરાતીના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અને તમાર મિત્રો સાથે પણ આ પેજને શેયર કરો કારણ કે અહીંથી તમને માહિતીનો ખજાનો પ્રાપ્ત થશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *